ગુરુવાર, 21 ઑગસ્ટ 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાતી તાજા સમાચાર
  3. રાષ્ટ્રીય સમાચાર
Written By
Last Modified: નવી દિલ્હી. , મંગળવાર, 19 ઑગસ્ટ 2025 (12:38 IST)

કોણ છે મનિકા વિશ્વકર્મા.. મિસ યૂનિવર્સ ઈંડિયા 2025 નો જીત્યો ખિતાબ, મિસ યુનિવર્સ કૉંન્ટેસ્ટમાં ભારતને કરશે રિપ્રેજેંટ

Manika Vishwakarma
Manika Vishwakarma
 દેશને મિસ યુનિવર્સ 2025 મળી ગયુ છે. રાજસ્થાનના જયપુરમાં થયેલ મિસ યૂનિવર્સ ઈંડિયા 2025 હરિફાઈનો તાજ મનિકા વિશ્વકર્માના માથે સજાયો છે. મિસ યૂનિવર્સ ઈંડિયા 2025 નો ખિતાબ જીત્યા બાદ મનિકા વિશ્વકર્માના ચેહરાની સ્માઈલ જોવા લાયક હતી. રાજસ્થાનના ગંગાનગરની રહેનારી મનિકા વિશ્વકર્મા હાલ દિલ્હીમાં મોડેલિંગ કરે છે. મિસ યૂનિવર્સ ઈંડિયા 2025 નો ખિતાબ જીત્યા બાદ મનિકા વિશ્વકર્મા હવે લાંબી ઉડાન ભરવા તૈયાર છે. મનિકા વિશ્વકર્મા હવે 74 માં મિસ યૂનિવર્સ કૉન્ટેસ્ટમાં ભારતનુ પ્રતિનિધિત્વ કરશે.   

 
મનિકા વિશ્વકર્મા મિસ યૂનિવર્સ ઈંડિયા 2025 નો ખિતાબ જીતનારી પહેલી મિસ યૂનિવર્સ રાજસ્થાન 2024 નો તાજ પણ પોતાના નામે કરી ચુકી છે. ત્યારબાદ તે દિલ્હીમાં મોડેલિંગ ની ફિલ્ડમાં ઉતરી ગઈ હતી. જો કે હવે મનિકા વિશ્વકર્મા પર જવાબદારી વધી ગઈ છે. તે હવે આ વર્ષના અંતમાં થાઈલેંડમાં થનારા 74માં મિસ યૂનિવર્સ કૉન્ટેસ્ટમાં ભારતનુ પ્રતિનિધિત્વ કરશે. મિસ યૂનિવર્સ હરીફાઈમાં 130 દેશની સુંદરીઓ ભાગ લેશે. 
 
મનિકા વિશ્વકર્માનુ આગામી ટારગેટ 
મિસ યુનિવર્સ ઈન્ડિયા મણિકા વિશ્વકર્માએ પોતાની ખુશી વ્યક્ત કરતા કહ્યું, '... આ લાગણી અદ્ભુત છે. આ સફર અદ્ભુત રહી છે. હું મારા શિક્ષકો, માર્ગદર્શકો, માતાપિતા, મિત્રો અને મારા પરિવારનો દરેક વસ્તુ માટે આભાર માનવા માંગુ છું. હવે મારું લક્ષ્ય ભારતનું શ્રેષ્ઠ પ્રતિનિધિત્વ કરવાનું અને મિસ યુનિવર્સનો તાજ ઘરે લાવવાનું છે...'
 
મિસ યુનિવર્સ ઈન્ડિયા 2025નો ખિતાબ જીત્યા બાદ, મનિકા વિશ્વકર્માએ કહ્યું કે તેની સફર ગંગાનગરથી શરૂ થઈ હતી. આ પછી તે સ્પર્ધાની તૈયારી માટે દિલ્હી આવી હતી. તેણીએ કહ્યું કે કોઈપણ સ્પર્ધા જીતવા માટે, વ્યક્તિએ પોતાની અંદર આત્મવિશ્વાસ અને હિંમત વિકસાવવાની જરૂર છે. સુંદરતાની સાથે, આ સૌંદર્ય સ્પર્ધાએ પણ તેના માટે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. આ સાથે, મનિકા વિશ્વકર્માએ તે બધાનો આભાર માન્યો જેમણે આ સફરને સરળ બનાવવામાં મદદ કરી. મનિકાની જીત પર, અભિનેત્રી અને જ્યુરી સભ્ય ઉર્વશી રૌતેલાએ તેણીને તેના ભવિષ્યના પ્રવાસ માટે શુભકામનાઓ પાઠવી.