શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By

Labour Day- આંતરરાષ્ટ્રીય મજૂર દિવસ છે, જાણો કેમ ઉજવાય છે આ દિવસ

એક મે ના રોજ લેબર ડે દુનિયાભરમાં આંતરરાષ્ટ્રીય મજૂર દિવસ (ઈંટરનેશનલ વર્કર્સ ડે)ના રૂપમાં ઉજવાય છે. મે દિવસના રૂપમં લેબર ડેને કામકાજી લોકો અને મજૂરો માટે ઉજવાય છે. 
 
લેબર ડેની શરૂઆત 19મી સદીના અંતમાં થઈ હતી જ્યારે અમેરિકામાં ટ્રેડ યૂનિયન અને મજૂર આંદોલન ઝડપથી આગળ વધી રહ્યુ હતુ. ભારત સહિત અનેક દેશોમાં લેબર ડે એક પબ્લિક હોલિડે હોય છે. જો કે તેને એટલુ મહત્વ નથી આપવામાં આવતુ જેટલુ પહેલા અપાતુ હતુ. 
 
કેમ મનાવાય છે મે દિવસ 
 
4 મે 1886ના રોજ અમેરિકાના મજૂર સંઘોએ હડતાલ કરી હતી. આ હડતાલનું કારણ હતુ કે મજૂર સંઘોએ નિર્ણય કર્યો હતો કે તે આઠ કલાકથી વધુ કામ નહી કરે.  આ હડતાલ દરમિયાન શિકાગોના હેમાર્કેટ ચારરસ્તા પર એક શાંતિપૂર્ણ રેલી કાઢવામાં આવી હતી. મજૂરોની આ હડતાલ વચ્ચે શિકાગોમાં બોમ્બ બ્લાસ્ટ થયો અને આ ભગદડ વચ્ચે પોલીસે પરિસ્થિતિ પર કાબુ મેળવવા માટે મજૂરો પર ગોળી ચલાવી દીધી જેનાથી અનેક  મજૂરોના જીવ ગયા. 
 
આ કાંડને હેમાર્કેટૅ નરસંહારના રૂપમાં પણ ઓળખાય છે. 1889માં આ એલાન કરવામાં આવ્યુ કે હેમાર્કેટમાં માર્યા ગયેલા લોકોની યાદમાં હવેથી 1 મે ના રોજ આંતરરાષ્ટ્રીય મજૂર દિવસના રૂપમાં ઉજવાશે અને આ દિવસે સાર્વજનિક રજાની પણ જાહેરાત કરવામાં આવી. હેમાર્કેટૅ સ્કવાયર જ્યા આ ઘટના થઈ તેને 1992માં શિકાગો લેંડમાર્કનુ નામ આપવામાં આવ્યુ.