1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: બુધવાર, 1 જૂન 2022 (09:33 IST)

ટૂંક સમયમાં મળશે સારા વરસાદની 'ગિફ્ટ', ચોમાસાની ગતિ વધી, આજે અહીં વાદળો વરસશે

માનસૂનની રાહ જોતા બેસેલા દેશને જલ્દી શુભ સમાચાર મળી શકે છે. ભારતીય મૌસમ વિભાગના મુજબ દક્ષિણ પશ્ચિમ માનસૂનના આગળ વધવાને લઈને ઘણા ભાગોમાં સ્થિતિ અનૂકૂળ છે. સમાચાર છે કે પૂર્વોત્તર રાજ્યમાં પણ આજથી વરસાદની ગતિવિધિઓમા% વધારો થવાની શકયતા છે. વિભાગે પહેલા પણ જણાવી દીધુ છે કે આ સમયે માનસૂનમાં વધારે થવાની આશા છે. 
 
IMD ની તરફથી મંગળવારે રજૂ સૂચના મુજબ, દક્ષિણપશ્ચિમ ચોમાસું મધ્ય અરબી સમુદ્ર, કર્ણાટક, તમિલનાડુ, દક્ષિણપશ્ચિમ અને ઉત્તરપૂર્વ બંગાળની ખાડીના ભાગો અને કેરળ, બંગાળની દક્ષિણપૂર્વ ખાડીના સમગ્ર ભાગોમાં આગળ વધ્યું છે. તેમજ અરબ સાગર, કર્ણાટક, કોંકણ અને ગોવા, તમિલનાડુના ભાગો, પેટા-હિમાલયન પશ્ચિમ બંગાળ અને સિક્કિમમાં આગામી બે-ત્રણ દિવસ દરમિયાન દક્ષિણ-પશ્ચિમ ચોમાસાની સ્થિતિ માટે સ્થિતિ અનુકૂળ રહેશે.