ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાતી રાષ્ટ્રીય સમાચાર
Written By
Last Updated : શુક્રવાર, 28 જુલાઈ 2023 (08:31 IST)

World Nature Conservation Day 2021: હવે પહેલાથી વધુ મહત્વપૂર્ણ કેમ છે આ દિવસ ?

દુનિયા દરેક વર્ષે 28 જુલાઈને વિશ્વ પ્રકૃતિ સંરક્ષણ દિવસ (World Nature Conservation Day) ઉજવાય છે. તેને લોકોમાં પ્રાકૃતિક સ્ત્રોત (Natural Resources)ના સંરક્ષણ પ્રત્યે જાગૃતતા પેદા કરવા માટે ઉજવાય છે.  આ દિવસે પ્રાકૃતિક સંરક્ષણના મહત્વને સમજાવવામાં આવે છે. આજે પ્રકૃતિ જળવાયુ પરિવર્તન  (Climate Change), ગ્લોબલ વોર્નિંગ, જંગલ કાપવા, ગેરકાયદેસર પ્રાણીઓના અવશેષોનો વેપાર, પ્રદૂષણ, પ્લાસ્ટિક, જેવી અનેક પ્રકારના પડકારોનો સામનો કરી રહી છે. હવે દુનિયાના અનેક દએશ પ્રાકૃતિક સંરક્ષણના મહત્વને સમજી રહ્યા છે અને આ માટે કામ પણ કરવા માંડ્યા છે. 
 
આ દિવસની ઉજવણીનો ઉદ્દેશ્ય સ્વસ્થ વાતાવરણનો પાયો નાખવાનો છે જેથી આપણો સમાજ આજે અને ભવિષ્યમાં સ્થિર અને ઉત્પાદક રહી શકે. આ સાથે એ પણ ઈરાદો છે કે લોકો પ્રકૃતિનું શોષણ કરતી વખતે એ પણ સમજે કે તેમની આજની અને ભાવિ પેઢી માટે એક જવાબદારી છે. આ જવાબદારી નિભાવવા માટે આપણે શું કરી શકીએ છીએ તે જાણવું પણ મહત્વપૂર્ણ છે.
 
હાલ શુ છે સમસ્યા 
 
આપણે જે રીતે પ્રકૃતિના મહત્વને ભૂલી ગયા છીએ અને પ્રકૃતિમાં અસંતુલન લાવ્યું છે જેને લીધે આપણે ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડ્યો છે જે એક બીજાથી સંબંધિત છે. ગ્લોબલ વોર્મિંગ, ઘણી બિમારીઓ, કુદરતી આફતો, સમુદ્રની સપાટીમાં વધારો, ભૂસ્ખલન, જમીનનુ વિરાન ઉજ્જડ ભૂમિમાં પરિવર્તન, તોફાનોની સંખ્યા અને તીવ્રતામાં વધારો, અમર્યાદિત ઋતુઓ, ખાદ્ય સાંકળ તૂટી જવી, ખાદ્ય પદાર્થોનુ છિન્ન-ભિન્ન થવુ,  જૈવવિવિધતાને સંકટમાં પડવુ  એ ફક્ત થોડીક અસરો છે.
 
કેમ જરૂરી છે સંરક્ષણ  ?
 
સંરક્ષણની જરૂરિયાત માટે ઘણા કારણો છે. સૌ પ્રથમ આપણે આ સમજવું પડશે. જો આપણે પ્રકૃતિ સાથે મૈત્રીપૂર્ણ વ્યવ્હાર નહી રાખીએ  તો પ્રકૃતિ પણ આપણી મિત્ર નહી રહે. . થોડા વર્ષો પહેલા, અમને ડર હતો કે આપણી ક્રિયાઓ આપણા અસ્તિત્વ પર જ સંકટ  પેદા કરશે. પરંતુ હવે આપણે પૃથ્વીને પણ બચાવવાની જરૂર પડી ગઈ છે. આ જ કારણ છે કે આપણે કુદરતી સંરક્ષણમાં ઉર્જા, માટી, વન, લુપ્ત જાતિઓ બધાને બચાવવા એટલે સંરક્ષણ કરવાની જરૂર છે.