શુક્રવાર, 29 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: શનિવાર, 21 એપ્રિલ 2018 (17:28 IST)

યશવંત સિન્હાએ છોડ્યો ભાજપાનો સાથ, કહ્યુ - આજે ચુપ રહીશ તો આવનારી પેઢી માફ નહી કરે

બીજેપીના વરિષ્ઠ નેતા અને એનડીએ સરકારમાં નાણાકીય અને રક્ષા મંત્રાલય જેવી મહત્વની જવાબદારી સાચવનારા યશવંત સિન્હાએ પાર્ટી છોડવાની જાહેરાત કરી છે. યશવંત સિન્હા લગભગ ચાર વર્ષથી પાર્ટી અધ્યક્ષ અમિત શાહ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના પગલા સામે વિરોધ બતાવી રહ્યા હતા. યશવંત સિન્હાએ પોતાના નિર્ણયની જાહેરાત કરતાં કહ્યું કે હું ભાજપની સાથે મારા તમામ સંબંધોને સમાપ્ત કરવાની જાહેરાત કરું છું. આજથી હું તમામ પ્રકારના પાર્ટી પોલિટિક્સમાંથી પણ સંન્યાસ લઇ રહ્યો છું. સિન્હાએ પટનામાં પોતાના નિર્ણયની માહિતી આપતા કહ્યું કે આજે લોકતંત્ર ખતરામાં છે. હું રાજકારણમાંથી સંન્યાસ લઇ રહ્યો છું, પરંતુ આજે પણ દિલ દેશ માટે ધડકે છે. આપને જણાવી દઇએ કે યશવંત સિન્હાનો દીકરો હજુ પણ મોદી સરકારમાં મંત્રી છે.
 
સિન્હાએ કહ્યું કે, આજે લોકતંત્ર ખતરામાં છે. હું રાજનિતિમાંથી સંન્યાસ લઇ રહ્યો છું પરંતુ આજે પણ દિલ દેશ માટે ધડકે છે. નોંધનીય છે કે સિન્હાના દીકરા જયંત સિન્હા મોદી સરકારમાં મંત્રી છે. સિન્હાએ વધુમાં કહ્યું કે, આજે આપણે જે થઇ રહ્યું છે તેની સામે લડીશું નહી તો આવનારી પેઢીઓ આપણને માફ કરશે નહીં.
 
નોંધનીય છે કે યશવંત સિન્હા છેલ્લા કેટલાય દિવસોથી નોટબંધી અને જીએસટીને લાગુ કરવાની રીત બદલ મોદી સરકારની ટિકા કરતા આવ્યા છે. સિન્હાએ આ વર્ષે 30 જાન્યુઆરીના રોજ રાષ્ટ્રમંચ નામથી એક નવા સંગઠનની સ્થાપના કરી હતી. ત્યારે તેમણે કહ્યું હતું કે આ સંગઠન બિનરાજકીય હશે અને કેન્દ્ર સરકારની જનવિરોધી નીતિઓને ખુલ્લી પાડશે. 1998માં પ્રથમવાર લોકસભામાં જીતેલા યશવંત સિન્હા અટલ બિહારી વાજપેઇની સરકારમાં નાણામંત્રી રહી ચૂક્યા છે. એટલું જ નહી પૂર્વ વડાપ્રધાન ચંદ્રશેખરની સરકારમાં 1990થી 1991 સુધી સરકારમાં પણ નાણામંત્રી જ હતા.