સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Updated : બુધવાર, 9 માર્ચ 2022 (09:47 IST)

ઝેલેન્સ્કીની મોટી જાહેરાત: યુક્રેન નાટોનું સભ્યપદ ઇચ્છતું નથી, ડનિટ્સ્ક અને લુગાન્સ્ક પર વાટાઘાટો માટે તૈયાર છે

યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમિર ઝેલેન્સકીએ કહ્યું કે યુક્રેન હવે નાટોનું સભ્ય રહેશે નહીં. તેઓએ એમ પણ કહ્યું હતું કે તેઓ બે અલગ-અલગ-રશિયન તરફી પ્રદેશો (ડોનેટ્સક અને લુગાન્સ્ક) ની સ્થિતિ પર 'સમાધાન' કરવા તૈયાર છે,

જેને રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને 24 ફેબ્રુઆરીએ, આક્રમણની શરૂઆત પહેલાં જ સ્વતંત્ર જાહેર કર્યું હતું, અને માન્યતા આપવામાં આવી હતી. આ એવા મુદ્દા છે જે રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધનું મૂળ માનવામાં આવે છે. તેઓએ રશિયાને શાંત કરવાના હેતુથી આ નિર્ણયો લીધા છે.
 
નાટોને જોખમ ગણે છે રશિયા
ઉલ્લેખનિય છે કે રશિયા ઈચ્છતું નથી કે યુક્રેન નાટોમાં સામેલ થાય. રશિયા નાટોના વિસ્તરણને જોખમની રીતે જુએ છે, કારણે કે તે પોતાની સરહદ પર કોઈ વિદેશી સેના આવે એવું ઈચ્છતું નથી.