નવરાત્રિ પૂજન : ઘટસ્થાપનાનું મુહુર્ત અને સ્થાપના વિધિ

વેબ દુનિયા|

W.D
28 સપ્ટેમ્બરના રોજ નવરાત્રિ શરૂ થાય છે. આ દિવસે ઘણા લોકો મૂર્તિને સ્થાપના કરે છે તો કેટલાક લોકો ઘટસ્થાપના કે જ્વારાનું પૂજન કરે છે. પ્રથમ દિવસે મૂર્તિની સ્થાપના વિધિપૂર્વક થયા પછી નવ દિવસ સુધી માતાના ઉપાસકો અને યુવક-યુવતીઓ સૌ કોઈ ગરબે ઘુમે છે.

જ્યા તમે માતાજી બેસાડવાના હોય તે પવિત્ર સ્થાન પર માટીના ઘડામાં કે પછી તમારી ઈચ્છામુજબ સોના ચાંદીના કળશની સ્થાપના કરો. તમે આ સ્થાન આગળ માતાજીની મૂર્તિ, ફોટો પણ મુકી શકો છો. જો તમે મૂર્તિ વિરાજીત કરવા ન માંગતા હોય તો કળશ પર સ્વસ્તિક બનાવીને માતાજીની ચોપડી પણ મુકી શકો છો.

ઘટસ્થાનપનાનું મુહુર્ત
તા 28 સપ્ટેમ્બર સવારે 9.46થી બપોરના 12.00 વાગ્યા સુધીનું સ્થિર લગ્ન વૃશ્ચિક

તા. 28 સપ્ટેમ્બર સવારે 11.15 વાગ્યાથી બપોરે 12.37 સુધી શુભ મુહુર્ત

તા. 28 સપ્ટેમ્બર સાંજે 04.43 વાગ્યાથી 06.05 સુધી લાભ અને 05.27 સુધી સ્થિર લગ્ન

તા 28 સપ્ટેમ્બર સાંજે 07.43 થી રાતના 09.21 સુધી શુભ સ્થિર લગ્ન


આ પણ વાંચો :