નવરાત્રી અને મંગળવારના યોગમાં કરો આ ઉપાય

durga chalisa
Last Updated: સોમવાર, 12 ઑક્ટોબર 2015 (17:47 IST)
મંગળવાર 13 ઓક્ટોબરેથી નવરાત્રી શરૂ થઈ રહી છે. નવરાત્રીમાં માતા દુર્ગાને પ્રસન્ન કરવા માટે શ્રદ્ધાળુઓ ઘણા રીતના ઉપાય કરે છે. આ ઉપાયોથી બધી
પરેશાનીઓ દૂર થઈ શકે છે. મંગળવારે હનુમાનજી પણ ખાસ પૂજા કરાય છે. મંગળવારથી નવરાત્રીની શરૂઆત થતા આ દિવસોમાં દેવીમાં સાથે હનુમાનની પણ
પૂજા કરી શકાય છે. અહીં જાણો આ યોગમાં કયા કયાં ઉપાય કરી શકાય છે.


નવરાત્રીમાં પવિત્ર થઈને એમના સાથે 21 કેળા લઈને માતાના મંદિરમાં જાઓ અને
માં દુર્ગાને 21 કેળાના ભોગ લગાડો. ભોગ લગાડતા સમયે દેવી દુર્ગાના
મંત્રોના જપ કરવું જોઈએ.

મંત્ર
યા દેવી સર્વભૂતેષુ શક્તિરૂપૈણ સંસ્થિતા
નમઃ તસ્યૈ નમઃ તસ્યૈ નમો નમઃ

આ મંત્રના સરળ અર્થ છે માં તમે સર્વત્ર વિરાજમાન છો , શક્તિના રૂપ છો. તમને મારા વાર-વાર પ્રણામ છે.

માતાની પૂજા કરો , ફૂલ અને પૂજાની બીજી સામગ્રી અર્પિત કરો . ભોગ લગાડ્યા પછી કેળા નાની-નાની કન્યાઓને વહેંચી આપો.


આ પણ વાંચો :