રવિવાર, 17 નવેમ્બર 2024
  1. ધર્મ
  2. નવરાત્રી ઉત્સવ
  3. નવરાત્રી આલેખ
Written By
Last Updated : સોમવાર, 23 ઑક્ટોબર 2023 (08:19 IST)

નવમું નોરતા - સિધ્ધિદાત્રીની ઉપાસનાથી મળે છે સિદ્ધિઓ

માઁ દુર્ગાજીની નવી શક્તિનું નામ સિધ્ધિદાત્રી છે. આ બધા પ્રકારની સિધ્ધિયોને આપનારી છે. નવરાત્રી-પૂજનના નવમાં દિવસે આ દેવીની ઉપાસના કરવામાં આવે છે. આ દિવસે શાસ્ત્રીય વિધિ-વિધાન અને પૂરી નિષ્ઠાની સાથે સાધના કરવાવાળા સાધકને બધી સિધ્ધિયોની પ્રાપ્તિ થઈ જાય છે. સૃષ્ટિમાં કશુ તેને માટે અગમ્ય નથી રહી જતુ. બ્રહ્માંડ પર પૂર્ણ વિજય પ્રાપ્ત કરવાનું સામર્થ્ય તેમાં આવી જાય છે.
सिद्धगन्धर्वयक्षाद्यैरसुरैरमरैरपि।
सेव्यमाना सदा भूयात्‌ सिद्धिदा सिद्धिदायिनी॥
માઁ દુર્ગાજીની નવી શક્તિનું નામ સિધ્ધિદાત્રી છે. આ બધા પ્રકારની સિધ્ધિયોને આપનારી છે. નવરાત્રી-પૂજનના નવમાં દિવસે આ દેવીની ઉપાસના કરવામાં આવે છે. આ દિવસે શાસ્ત્રીય વિધિ-વિધાન અને પૂરી નિષ્ઠાની સાથે સાધના કરવાવાળા સાધકને બધી સિધ્ધિયોની પ્રાપ્તિ થઈ જાય છે. સૃષ્ટિમાં કશુ તેને માટે અગમ્ય નથી રહી જતુ. બ્રહ્માંડ પર પૂર્ણ વિજય પ્રાપ્ત કરવાનું સામર્થ્ય તેમાં આવી જાય છે.
માર્કણ્ડેય પુરાણના મુજબ અળિમા, મહિમા, ગરિમા, લધિમા, પ્રાપ્તિ, પ્રાકામ્ય, ઈશિત્વ અને વશિત્વ - આ આઠ સિધ્ધિયો હોય છે. શ્રીકૃષ્ણ જન્મ ખંડમાં આ સંખ્યા અઢાર બતાવવામાં આવી છે. જેમના નામ આ પ્રકારના છે. 
1. અણિમા 2. લધિમા 3. પ્રાપ્તિ 4. પ્રાકામ્ય 5. મહિમા 
6. ઈશિત્વ, વાશિત્વ 7. સર્વકામાવસાયિતા 8. સર્વજ્ઞત્વ 
9. દૂરશ્રવાણ 10. પરકાયપ્રવેશન 11. વાકસિધ્ધિ 12. કલ્પવૃક્ષત્વ
13. સૃષ્ટિ 14. સંહારકરણસામર્થ્ય 15. અમરત્વ 16. સર્વન્યાયકત્વ
17. ભાવના 18. સિધ્ધિ 
માઁ સિધ્ધિદાત્રી ભક્તો અને સાધકોને આ બધી સિધ્ધિયો આપવામાં સમર્થ છે. દેવીપુરાણના અનુસાર ભગવાન શિવે દેવીની કૃપાથીજ આ સિધ્ધિયોને મેળવી હતી. 
એમના આશીર્વાદથી જ ભગવાન શિવનું અડધુ શરીર દેવીનું બન્યુ હતુ. આ જ કારણે તેઓ સમગ્ર લોકમાં 'અર્ધનારેશ્વર' ના નામે પ્રસિધ્ધિ થયા હતા. 
માઁ સિધ્ધિદાત્રી ચાર હાથવાળી છે. તેમનુ વાહન સિંહ છે. તે કમળના ફૂલ પર બિરાજમાન છે. તેમના ડાબા બાજુના નીચેના હાથમાં કમળનું ફૂલ છે.
નવદુર્ગાઓમાં માઁ સિધ્ધિદાત્રી અંતિમ છે. અન્ય આઠ દુર્ગાઓની પૂજા ઉપાસના શાસ્ત્રીય વિધિ-વિધાનના મુજબ કરતા ભક્ત દુર્ગા પૂજાના નવમે દિવસે આ દેવીની ઉપાસના કરે છે. આ સિધ્ધિદાત્રી માઁ ની ઉપાસના પૂરી કર્યા પછી ભક્તો અને સાધકોની લૌકિક, પરલૌકિક બધા પ્રકારની ઈચ્છાઓ પૂરી કરે છે.
સિધ્ધિદાત્રી માઁના કૃપાપાત્ર ભક્તોની અંદર કોઈ એવી કામના શેષ બચતી જ નથી, જેને તેઓ પૂરી કરવા માગતા હોય. તે બધી સાંસારિક ઈચ્છાઓ, આવશ્યકતાઓ અને સ્પૃહાઓની ઉપર ઉઠીને માનસિક રૂપથી માઁ ભગવતીના દિવ્ય લોકોમાં વિચરણ કરતા તેમની કૃપા રસનું નિરંતર પાન કરતા, વિષય-ભોગ-શૂન્ય થઈ જાય છે. 
માઁ ના ચરણોનું આ સાનિધ્ય મેળવવા આપણે સદા નિયમનિષ્ઠ રહીને તેમની ઉપાસના કરવી જોઈએ. માઁ ભગવતીનુ સ્મરણ ધ્યાન, પૂજન અમને આ સંસારની અસારતાનો બોધ કરાવતા વાસ્તવિક પરમ શાંતિદાયક અમૃત પદની તરફ લઈ જવાવાળી છે.