નવરાત્રિમાં માતાના 108 નામનુ જાપ કરો... દૂર થશે દરેક કષ્ટ

Last Modified મંગળવાર, 4 ઑક્ટોબર 2016 (11:51 IST)
મા દુર્ગાના અનેક રૂપ છે. નવરાત્રિમાં અનેક ભક્તગણ સમયની કમીને કારણે નથી કરી શકતા. આવામાં જ્યોતિષિયો મુજબ જો તમે તમારી વ્યસ્તતાઓને કારણે માતની આરાધના માટે સમય નથી કાઢી શકતા તો માં ના 108 નામનો જાપ જરૂર કરો. નવરાત્રીના નવ દિવસોમાં માં દુર્ગાના નામનો જાપ કરવાથી માતા પોતાના દરેક કષ્ટને હરી લેશે.

ઘર્મગુરૂઓનુ માનીએ તો સવારે અને સાંજે આ નામોનુ ઉચ્ચારણ કરવુ જોઈએ. એવુ કહેવાય છે કે દરેક નામનુ ઉચ્ચારણ કરતી વખતે સાવધાની રાખવી જોઈએ. આવુ કરવાથી માતા રાનીની કૃપા તમારા પર કાયમ રહેશે.

માં દુર્ગાના 108 નામ

સતી, સાધ્વી, ભવપ્રીતા, ભવાની, ભવમોચની, આર્યા, દુર્ગા, જયા, આદ્યા, ત્રિનેત્રા,શૂલધારિણી, પિનાકધારિણી, ચિત્રા, ચંદ્રઘંટા, મહાતપા, બુદ્ધિ, અહંકારા, ચિત્તરૂપા, ચિતા, ચિતિ, સર્વમંત્રમયી, સત્તા, સત્યાનંદસ્વરૂપિણી, અનંતા, ભાવિની, ભવ્યા, અભવ્યા, સદાગતિ, શાંમ્ભવી, દેવમાતા, ચિંતા, રત્નપ્રિયા, સર્વવિદ્યા, દક્ષકન્યા, દક્ષયજ્ઞવિનાશિની, અપર્ણા, અનેકવર્ણા, પાટલા, પાટલવતી, પટ્તામ્બરપરિધાના, કલમંજરીરંજિની, સતી, સાધ્વી, ક્રૂરા, સુન્દરી, સુરસુન્દરી, વનદુર્ગા, માતંગી, મતંગમુનિપૂજિતા, બ્રાહ્મી, માહેશ્વરી, એંદ્રી, કૌમારી, વૈષ્ણવી, ચામુંડા, વારાહી, લક્ષ્મી, પુરૂષાકૃતિ, વિમલા, ઉત્કર્ષિની, જ્ઞાના, ક્રિયા, નિત્યા, બુદ્ધિદા, બહુલા, બહુલપ્રિયા, સર્વવાહનવાહના, નિશુંભશુંભહનની, મહિષાસુરમર્દિની, મધુકૈટભહંત્રી, ચંડમુંડવિનાશીની, સર્વસુરવિનાશા, સર્વદાનવધાતિની, સર્વશાસ્ત્રમયી, સત્યા, સર્વાસ્ત્રધારિણી, અનેકશસ્ત્રહસ્તા, અનેકાસ્ત્રધારિની, કુમારી, એકકન્યા, કૈશોરી, યુવતી, યતિ, અપ્રૌઢા, પ્રૌઢા, વૃદ્ધમાતા, બલપ્રદા, મહોદરી, મુક્તકેશી, ઘોરરૂપા, મહાબલા, અગ્નિજ્વાલા, રોદ્રમુખી, કાલરાત્રિ, તપસ્વિની, નારાયણી, ભદ્રકાળી, વિષ્ણુમાયા, જલોધરી, શિવદુતી, કરાલા, અનંતા, પરમેશ્વરી, કાત્યાયની, સાવિત્રી, પ્રત્યક્ષા, બ્રહ્મવાદિની.આ પણ વાંચો :