ગુરુવાર, 26 ડિસેમ્બર 2024
  1. ધર્મ
  2. નવરાત્રી ઉત્સવ
  3. નવરાત્રી રેસીપી
Written By
Last Updated : સોમવાર, 23 સપ્ટેમ્બર 2024 (10:38 IST)

Navratri 9 Days Prasad - નવરાત્રિના નવ દિવસના ખાસ પ્રસાદ અને ફળ

Navratri 9 Days Prasad-  નવરાત્રી શરૂ થવાની તૈયારી છે. નોરતામાં માતાજી ને નવ દિવસ સુધી ખાસ અલગ અલગ પ્રસાદ બનાવતા હોઈએ છે

પ્રથમ દિવસે દેવી - માતા શૈલપુત્રી જાણો સ્વરૂપ અને પ્રસાદ 
પ્રથમ નોરતે - પ્રથમ નોરતામાં માતાજીના ચરણોમાં ગાયનો શુદ્ધ ઘી ચડાવવાથી આરોગ્યનો આશીર્વાદ મળે છે અને શરીર નિરોગી રહે છે.  


બીજુ નોરતે - બીજા નોરતામાં માતાજીને ખાંડનો ભોગ લગાવો અને ઘરમાં બધા સભ્યોને આપો. તેનાથી ઉમ્ર વધે છે. 
 
 
ત્રીજું નોરતે- ત્રીજા નોરતામાં માતાજીને દૂધ કે દૂધથી બનેલા મિઠાઈ કે ખીરનો ભોગ લગાવીને બ્રાહ્મણને દાન કરવું. તેનાથી દુખોની મુક્તિ થઈને પરમ આનંદની પ્રાપ્તિ હોય છે. 
 
prasad navratri
 
ચોથુ નોરતું - માતાજીના ચોથા નવરાત્રિના દિવસે માલપુઆ નો ભોગ લગાવવું અને મંદિરના બ્રાહ્મણને દાન આપો. જેનાથી બુદ્ધિનો વિકાસ હોવાની સાથે-સાથે નિર્ણય શક્તિ વધે છે. 
 


પાંચમુ નોરતું- માતાજીના પાંચમા નોરતામાં દેવીને કેળાનો ભોગ ચડાવાય છે.



 
 
છઠ્ઠું નોરતું- છટ્ઠમા નોરતે માતાજીને મધનો ભોગ લગાવવું. જેનાથી તમારી આકર્ષણ શક્તિમાં વૃદ્ધિ થશે . 
 
 
સાતમુ નોરતું- સાતમા નોરતે માતાજીનો ગોળનો ભોગ ચડાવવાથી અને તેને બ્રાહ્મણને દાન કરવાથી શોકથી મુક્તિ મળે છે અને આકસ્મિક આવતા સંકટથી રક્ષા પણ હોય છે. 
 
આઠમુ નોરતું - નવરાત્રિના આઠમા નોરતે માતારાણીને નારિયેળનો ભોગ લગાવો અને નારિયેળનો દાન કરો. તેનાથી સંતાન સંબંધી પરેશાનીઓથી છુટકારો મળે છે. 
 


નવમુ નોરતું- નવરાત્રિના નવમા દિવસે તલનો ભોગ લગાવીને દાન આપો. તેનાથી મૃત્યુ ડરથી રાહત મળશે. સાથે જ દુર્ઘટનાથી બચાવ પણ થશે. 

Edited By- Monica Sahu