બુધવાર, 22 જાન્યુઆરી 2025
  1. ધર્મ
  2. નવરાત્રી ઉત્સવ
  3. નવરાત્રી આલેખ
Written By
Last Updated : મંગળવાર, 5 ઑક્ટોબર 2021 (09:12 IST)

Mataji Puja Vastu નોરતામાં માતાની પ્રસન્નતા માટે રાખો વાસ્તુનું ધ્યાન

શારદીય નવરાત્ર એટલે શુકલપક્ષ પ્રતિપદાથી લઈને વિજયાદશમી સુધી જ્ગ્યા જ્ગ્યા રામલીલા અને માં દુર્ગાના પંડાલોનું
 
આયોજન થાય છે,જેથી વાતાવરણ પવિત્ર અને ધાર્મિક ભાવોથી પરિપૂર્ણ થઈ જાય છે. દરેક જગ્યાએ ઉમંગનો સંચાર રહે છે. આવા પવિત્ર વાતાવરણમાં જ્યારે આપણે માં દુર્ગાની ભક્તિમાં લીન થઈએ છીએ તો મનમાં એક સવાલ આવે છે કે શું આપણે જે પૂજા કરીએ છે ,તે યોગ્ય છે કે નહી.
 
એના સંદર્ભમાં દુર્ગા સપ્તશી જેનો આપણે નવરાત્રમાં પાઠ કરીએ છીએ. તેમા ક્ષમા યાચનાનું પ્રાવધાન છે,જેમાં આપેલ છે કે તમે જે પણ વિધિથી પૂજા કરી હોય ,પણ જો તમે પાઠના અંતમાં સપ્તશીનો ક્ષમા પ્રાર્થનાઓને વાંચી લો ,તો પછી તમારી પ્રાર્થનાને માં ભગવતી સ્વીકાર કરે છે અને પૂજા કરનારને સુખ સમૃદ્ધિનું વરદાન આપે છે. 
 
આથી જ્યારે પણ માં ભગવતીની પૂજા કરો ,તો માત્ર સાચા મનથી નહી પણ યોગ્ય રીતથી કરો.
 
દુર્ગા પૂજામાં વાસ્તુ દરેક દિશાના પોતાના ખાસ દેવી દેવતા હોય છે. આથી વિભિન્ન દેવી-દેવતાઓના ક્ષેત્ર માટે જે દિશા નિર્ધારિત હોય , તેની પૂજા તે દિશામાં કરવી જોઈએ.
 
પૌરાણિક માન્યતા મુજબ માતા માટે યોગ્ય ક્ષેત્ર દક્ષિણ દિશા છે. આથી આ ખૂબ જરૂરી છે કે પૂજા કરતી વખતે આપણું મુખ દક્ષિણ કે પૂર્વ દિશામાં જ રહે .પૂર્વ દિશાની તરફ મુખ કરીને માતાનું ધ્યાન કરવાથી આપણી બુદ્ધિ જાગૃત થાય છે. અને દક્ષિણ દિશા તરફ મુખ કરીને પૂજા કરવાથી માનસિક શાંતિ મળે છે.અને આપણું મન સીધુ માતા સાથે જોડાય છે.
 
પૂજા સંબંધી સામાન કઈ દિશામાં મુકશો
જ્યારે તમે માતાની પૂજાની તૈયારી કરી રહ્યા હોય ,તો પૂજા સંબંધી બધો સામાન પૂજા કક્ષમાં દક્ષિણ પૂર્વ દિશામાં રાખો. આ રૂમમાં હળવો પીળો ,લીલો કે ગુલાબી રંગને પ્રમુખતા આપો. આનાથી પૂજા કક્ષમાં સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે. કેટલીક વાર પૂજા કરતા ધ્યાન ભટકી જાય છે.
 
આ માટે તમે ઘરના ઉતર-પૂર્વ વાસ્તુ ઝોનમાં પ્લાસ્ટિક કે લાકડીનો બનેલો પિરામિડ રાખી શકો છો. આનાથી માતાનું ધ્યાન કરવામાં સરળતા રહે છે. પિરામિડ રાખતી વખતે એક વાતનું ધ્યાન રાખોકે પિરામિડ નીચેથી પોલુ હોય.
 
વાસ્તુશાસ્ત્રના પ્રાચીન ગ્રંથોમાં મંદિરો અને ઘરોમાં કોઈ શુભ કામ કરતા પહેલા હળદરથી કે સિદૂરથી સ્વાસ્તિકનું ચિહન બનાવવામાં આવે છે.
 
જો આ પ્રતીકોનો યોગ્ય દીશામાં પ્રયોગ કરાય તો આ બધા આપણા જીવનમાં સકારાત્મક ઉર્જા લાવી શકે છે. જે પારિવારિક ખુશી ,પ્રેમ અને સુખ-સમૃદ્ધિ માટે જરૂરી છે.
 
દુર્ગા પૂજામાં સાફ સફાઈ
નવરાત્રીમાં દુર્ગાના વિવિધ રૂપોની પૂજા કરાય છે. આ સમયે આપણે સાચા મનથી માંની આરાધના કરીએ છીએ. જેથી આપણા ઘરમાં પ્રેમનું
સામંજ્સ્ય રહે અને જીવનમાં સુખ-સમૃદ્ધિનો વાસ રહે. સાફ-સુથરૂ ઘર માત્ર મનને શાંતિ આપવા ઉપરાંત્ર માંની આરાધના કરતી વખતે આપણું ધ્યાન તેમની તરફ કેન્દ્રીત કરવામાં મદદરૂપ રહે છે. 
 
વાસ્તુમાં કહ્યુ છે કે સ્વચ્છ અને વ્યવસ્થિત ઘરમાં દેવી- દેવતાઓનો વાસ હોય છે અને જ્યાં દેવી-દેવતા વાસ કરે છે,ત્યાં સુખ અને સમૃદ્ધિ અને ખુશિયોનો વાસ હોય છે.