1. ધર્મ
  2. નવરાત્રી ઉત્સવ
  3. નવરાત્રી આલેખ
Written By

નવરાત્રિમાં કન્યા(કુમારી)પૂજનનું મહત્વ અને વિધિ

હિન્દૂ ધર્મ ગ્રંથો મુજબ ચૈત્ર અને શારદીય નવરાત્રિમાં કન્યા પૂજન(કુવારીઓકા)નું વિશેષ મહત્વ છે. અષ્ટમી અને નવમી તિથિના દિવસે ત્રણથી નવ વર્ષની કન્યાઓનુ પૂજન કરવામાં આવે છે. ધર્મગ્રંથો મુજબ ત્રણ વર્ષથી નવ વર્ષ સુધીની કન્યાઓ સાક્ષાત માતાનુ સ્વરૂપ માનવામાં આવે છે. 

શાસ્ત્રો મુજબ એક કન્યાની પૂજાથી એશ્વર્ય, બે કન્યાની પૂજાથી ભોગ અનેમોક્ષ, ત્રણ કન્યાની પૂજાથી ધર્મ, અર્થ અને કામ, ચારની પૂજાથી રાજ્યપદ, પાંચની પૂજાથી વિદ્યા, છની પૂજાથી છ પ્રકારની સિદ્ધિ, સાતની પૂજાથી રાજ્ય, આઠની પૂજાથી સંપદા, નવની પૂજાથી પૃથ્વીના પ્રભુત્વની પ્રાપ્તિ થાય છે.

કન્યા પૂજાની વિધિ આ મુજબ છે.

પૂજન વિધિ - કન્યા પૂજનમાં ત્રણથી લઈને નવ વર્ષની કન્યાઓનું જ પૂજન કરવુ જોઈએ. આનાથી વધુ કે ઓછી વયની કન્યાઓની પૂજા કરવી વર્જિત છે. તમારા સૌભાગ્ય મુજબ નવ દિવસ સુધી અથવા નવરાત્રિના અંતિમ દિવસે કન્યાઓને ભોજન માટે આમંત્રિત કરો. કન્યાઓને આસન પર એક પંક્તિમાં બેસાડો. ૐ કુમાર્યે નમ: મંત્ર દ્વારા કન્યાઓના પંચોપચાર પૂજન કરો. ત્યારબાદ તેમની રૂચિ મુજબનું ભોજન કરાવો. ભોજનમાં ગળ્યુ જરૂર હોય તેનુ ધ્યાન રાખો. ભોજન પછી કન્યાઓના પગ ધોવડાવી વિધિપૂર્વક કુંકુમથી તિલક કરો અને દક્ષિણા આપીને હાથમાં પુષ્પ લઈને આ પ્રાર્થના કરો..

मंत्राक्षरमयीं लक्ष्मीं मातृणां रूपधारिणीम्।
नवदुर्गात्मिकां साक्षात् कन्यामावाहयाम्यहम्।।
जगत्पूज्ये जगद्वन्द्ये सर्वशक्तिस्वरुपिणि।
पूजां गृहाण कौमारि जगन्मातर्नमोस्तु ते।।

પછી એ પુષ્પ કુમારીના ચરણોમાં અર્પણ કઈ તેમને સન્માનપૂર્વક વિદાય આપો.