મંગળવાર, 21 જાન્યુઆરી 2025
  1. ધર્મ
  2. નવરાત્રી ઉત્સવ
  3. માતાજીના જાણીતા શક્તિપીઠ
Written By
Last Updated : સોમવાર, 23 સપ્ટેમ્બર 2024 (11:15 IST)

માતાજીના 51 શક્તિપીઠ - કામગિરી કામાખ્યા શક્તિપીઠ - 8

kamakhya-temple
Kamagiri Kamakhya Shaktipeeth- દેવી ભાગવત પુરાણમાં 108, કાલિકા પુરાણમાં 26, શિવચરિત્રમાં 51, દુર્ગા શપ્તસતી અને તંત્રચૂડામણિમાં 52 જણાવવામાં આવી છે. સામાન્ય રીતે: 51 શક્તિપીઠો ગણવામાં આવે છે.  તંત્રચુડામણિમાં લગભગ 52 શક્તિપીઠોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ વખતે માતા સતીની શક્તિપીઠોમાં મનસા દાક્ષાયણી કૈલાશ માનસરોવર શક્તિપીઠ વિશે માહિતી રજૂ કરવામાં આવી છે.
 
કેવી રીતે બન્યું આ શક્તિપીઠઃ જ્યારે મહાદેવ શિવજીની પત્ની સતી પોતાના પિતા રાજા દક્ષના યજ્ઞમાં પોતાના પતિનું અપમાન સહન ન કરી શક્યા ત્યારે તેઓ તેજ યજ્ઞમાં કુદીને ભસ્મ થઈ ગયા.  જ્યારે ભગવાન 
શિવને આ વાતની જાણ થઈ ત્યારે તેમણે પોતાના ગણ વીરભદ્રને મોકલી, યજ્ઞ સ્થળનો નાશ કર્યો અને રાજા દક્ષનું માથું કાપી નાખ્યું.  બીજી બાજુ ભગવાન શિવ પોતાની પત્ની સતીના બળી ગયેલા શરીરને લઈને 
વિલાપ કરતા સર્વત્ર ફરતા હતા. જ્યાં પણ માતાના શરીરના અંગો અને ઘરેણા પડ્યા, ત્યાં શક્તિપીઠ બની ગયુ. 
 
કામાખ્યા મંદિર - ભારતીય રાજ્ય અસમના ગુવાહાટી જિલ્લાના કામગિરી વિસ્તારમાં આવેલા નીલાંચલ પર્વતના કામાખ્યા સ્થાન પર માતાનો યોનિ ભાગ પડ્યો હતો. તેની શક્તિ કામાખ્યા અને ભૈરવને ઉમાનંદ કહે છે. આ જગ્યાને કામગિરી પણ કહેવામાં આવે છે.
 
કામાખ્યા દેવીની સવારી સાંપ છે. 51 શક્તિપીઠોમાંથી એક કામાખ્યા દેવી શક્તિપીઠ અસમની રાજધાની કામાખ્યા ખાતે છે, જે ગુવાહાટીથી 8 કિલોમીટર દૂર દિસપુર નજીક છે. આ શક્તિપીઠ તંત્ર સાધના માટે પ્રખ્યાત છે. તે કામાખ્યાથી 10 કિલોમીટર દૂર નીલાંચલ પર્વત પર આવેલું છે. અહીં ભગવતીની મહામુદ્રા (યોનિ-કુંડ) આવેલું છે. આ દેવી સતીનું સ્વરૂપ છે.

Edited By-Monica Sahu