હોટ એંડ ફોરએવર ઓક્સીડાઈઝ જ્વેલરી

Navratri
વેબ દુનિયા|

નવરાત્રિ આવતાં પહેલા જ દરેક યુવતીઓ નવરાત્રિની જ્વેલરી અને ચણિયાચોળીની ખરીદી કરવાની શરૂઆત કરી દે છે. એટલે જે નવરાત્રી શરૂ થાય તે પહેલા તો તેઓ નક્કી કરી લે છે કે કયા દિવસે કઈ ચણિયાચોળી સાથે કઈ જ્વેલરી પહેરવી.

આમ તો નવરાત્રિમાં ઓક્સીડાઈઝની જ્વેલરી હોટ ફેવરીટ છે. તેથી દર વર્ષે આની અંદર જ થોડો ઘણો સુધારો કરીને તેને ટ્રેંડી બનાવીને અને નવો લુક આપવાનો પ્રયત્ન કરવામાં આવે છે. આ વખતે નવરાત્રિ માટે ઓક્સીડાઈઝમાં આવી જ કંઈક અવનવી ડિઝાઈન આવી છે. જેની અંદર જુદા જુદા કલરના સ્ટોનનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. આ જ્વેલરી એકદમ સ્મોકી લુક આપે તેવી છે. આની કિંમત 70 રૂપિયાથી લઈને 400 રૂપિયા સુધીની છે જે એકદમ બજેટને અનુકૂળ છે.

W.D
આ ઉપરાંત મિરરવાળી જ્વેલરી પણ વધારે હોટ ફેવરીટ છે. મિરરવાળી જ્વેલરીમાં પણ આ વખતે નવી ડિઝાઈન જોવા મળી રહી છે. આ સિવાય કોડીની જ્વેલરી તો નવરાત્રિમાં ઈન જ છે. આ સિવાય ઓક્સીડાઈઝના ચુડા, પાટલા, બંગડી વગેરેનો પણ એટલો જ ક્રેઝ છે. આ સિવાય સફેદ કલરના હાથીદાંતના બલોયા પણ નવરાત્રિ માટે ફોરએવર છે.

કેડ કંદોરામાં કાચની સાથે કોડીનું કોમ્બીનેશન ખુબ જ સુંદર છે. માર્કેટમાં આ વખતે કેડ કંદોરામાં ઘણી અલગ અલગ વેરાયટી છે. આ સિવાય બાજુબંધ અને દામણીમાં પણ નવી ડિઝાઈન જોવા મળી છે.


આ પણ વાંચો :