1. ધર્મ
  2. નવરાત્રી ઉત્સવ
  3. નવરાત્રી 2023
Written By
Last Updated : સોમવાર, 16 ઑક્ટોબર 2023 (11:27 IST)

Video- પાવાગઢ ખાતે ભક્તોનું મહેરામણ

pavagadh
નવદુર્ગાના નવ સ્વરૂપોની આરાધનાના આ મહાપર્વના આજે પ્રથમ દિવસે લાખોની સંખ્યામાં ભક્તો શક્તિપીઠ પાવગઢ પહોંચ્યા છે 
 
પાવાગઢ ડુંગર ઉપર બિરાજમાન મહાકાળી માતાજીનાં દર્શન કરવા આજે આસો નવરાત્રિના પહેલા નોરતે લાખો શ્રાદ્ધાળુઓ મનમાં માતાજી પ્રત્યેની પોતાની આસ્થા અને ભક્તિ સાથે વહેલી સવારે પહોંચ્યા હતા. તો મોટી સંખ્યામાં ગત રાત્રે પહોંચેલા માઇભક્તોએ ડુંગર ઉપર જ રાતવાસો કરી વહેલી સવારે માતાજીનાં દર્શન કર્યા હતા.
 
નવરાત્રીના પ્રથમ દિવસથી જ દર્શનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. એકમ, આઠમ અને પૂનમના દિવસે સવારે 4.00 કલાકે મંદિરના કપાટ દર્શન માટે ખુલશે તો બાકીના દિવસો માં સવારે 5.00 કલાકે દર્શન માટે મંદિરના કપાટ ખોલવામાં આવનાર છે. તમામ દિવસોએ રાત્રે 9.00 કલાકે મંદિરના દ્વાર બંધ કરવામાં આવશે.