સોમવારે 6 રાજયોગમાં નોરતાની શરૂઆત  
                                       
                  
				  				   
				   
                  				  નવરાત્રી 26 સપ્ટેમ્બર સોમવારથી શરૂ થઈ રહ્યા છે. ઉલ્લેખનીય છે કે દર વર્ષે આસો મહિનાના શુક્લ પક્ષની પ્રતિપ્રદા તિથિથી શારદીય નવરાત્રીની શરૂઆત થાય છે. વર્ષમાં ચાર વાર નવરાત્રી ઉજવાય છે. જેમા બે ગુપ્ત નવરાત્રી હોય છે અને બે નવરાત્રી ચૈત્ર અને શારદીયનુ વિશેષ મહત્વ છે. શારદીય નવરાત્રીનુ સમાપન 6 ઓક્ટોબર દસમી થિતિના રોજ થશે. ઉલ્લેખનીય છે કે નવ દિવસ મા દુગાના 9 સ્વરૂપોની પૂજા કરવામા આવે છે.  
				  										
							
																							
									  
	 
	નવરાત્રિની શરૂઆત જે વારથી થાય છે, તે વાર પ્રમાણે દેવી માતા વિવિધ વાહનો ઉપર સવાર થઈને ધરતી લોક આવે છે. આ વર્ષે સોમવારથી નવરાત્રિ શરૂ થઈ રહી છે એટલે દેવી દુર્ગા હાથી ઉપર સવાર થઈને આવશે. 
				  
	 
	જ્યોતિષ શાસ્ત્ર મુજબ દિવસના હિસાબથી મા દુર્ગાની સવારી નક્કી કરવામાં આવે છે. આ વખતે નવરાત્રીને ખૂબ જ શુભ માનવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે આ વખતે નવરાત્રીની શરૂઆત સોમવારથી જ થઈ રહી છે. માન્યતા છે કે સોમવાર અને રવિવારના દિવસે જો નવરાત્રીની શરૂઆત થાય છે તો મા હાથી પર સવાર થઈને આવે છે. તેનો મતલબ એ છે કે મા આ વખતે પોતાની સાથે ઘણી બધી ખુશીઓ અને સુખ સમૃદ્ધિ લઈને આવી રહી છે. હાથીને જ્ઞાન અને સમૃદ્ધિનુ પ્રતિક પણ માનવામા આવે છે.  કહેવાય છે કે તેનાથી દેશમાં અને સાધકોના જીવનમાં આર્થિક સમૃદ્ધિ આવશે અને જ્ઞાનનો વિકાસ થશે.    
				  																			
						
						 
							
 
							 
																																					
									  
	
	આ દિવસે કેદાર, ભદ્ર, હંસ, ગજકેસરી, શંખ અને પર્વત નામના શુભ યોગ બની રહ્યા છે. આ 6 રાજયોગમાં નવરાત્રી શરૂ થઈ રહી છે. સૂર્ય, બુધ, ગુરુ અને શનિ દ્વારા બનતાં આ શુભયોગમાં કળશ સ્થાપના થવી શુભ સંકેત છે.