રવિવાર, 22 ડિસેમ્બર 2024
  1. ધર્મ
  2. નવરાત્રી ઉત્સવ
  3. નવરાત્રી પૂજા
Written By
Last Updated : શુક્રવાર, 6 ઑક્ટોબર 2023 (14:49 IST)

Akhand Jyoti rules: નવરાત્રિમાં અખંડ જ્યોત કરતા પહેલા, જાણી લો જરૂરી નિયમો

Akhand Jyoti rules: નવરાત્રી દરમિયાન ભક્તો માતાની અખંડ જ્યોત પ્રગટાવે છે. જ્યોતને ઘણા દિવસો સુધી ઓલવ્યા વિના સળગાવી રાખવી એ અખંડ જ્યોત કહેવાય છે.
 
હિંદુ ધર્મમાં દીવો પ્રગટાવવો ખૂબ જ શુભ માનવામાં આવે છે. કોઈપણ શુભ કાર્ય અને પૂજા-ઉપવાસ પહેલા દીવો પ્રગટાવવામાં આવે છે. ઘણા પ્રસંગોએ લોકો અખંડ જ્યોત (અખંડ દીપ પૂજા) પણ પ્રગટાવે છે. ઘણા ભક્તો નવરાત્રી પર માતાની અખંડ જ્યોત પ્રગટાવે છે. વાસ્તવમાં જ્યોતને ઓલવ્યા વિના ઘણા દિવસો સુધી પ્રજ્વલિત રાખવાને અખંડ જ્યોતિ કહેવાય છે. નવરાત્રિ દરમિયાન ભક્તો સતત 9 દિવસ જ્યોત પ્રગટાવે છે. નવરાત્રીના પ્રથમ દિવસે કલશની સ્થાપના કરવામાં આવે છે અને અખંડ જ્યોત પ્રગટાવવામાં આવે છે. નવરાત્રિમાં અખંડ જ્યોતિ પ્રગટાવીને ભક્તો માતાના આશીર્વાદ મેળવે છે. અખંડ જ્યોતિ પૂજા કરતા પહેલા ભક્તોએ શાસ્ત્રોમાં અખંડ જ્યોતિ પ્રગટાવવાના નિયમ વિશે જાણવું જોઈએ. તો ચાલો જાણીએ અખંડ જ્યોતિ (અખંડ જ્યોતિના નિયમો અને મહત્વ)ના નિયમો અને મહત્વ વિશે.
 
અખંડ જ્યોતના મહત્વ 
- માન્યતા છે કે અખંડ જ્યોત પ્રગટાવવાથી માતાજી પોતે દીવામાં વિરાજમાન થાય છે. તેથી માતાનુ આશીર્વાદ હમેશા ઘર પરિવારના સભ્યો પર બન્યુ રહે છે. 
- જીવનમાં ધન-ધાન્યની ખોટ પૂર્ણ કરે છે અને વેપાર તથા નોકરીમાં ઉન્નતિનો સંદેશ પણ લાવે છે.
- અખંડ જ્યોત માત્ર દીવો નથી હોતુ પણ આ ભક્તિનુ પ્રકાશ હોય છે. તેથી નવ દિવસ સુધી અખંડ જ્યોત પ્રગટાવવાથી જીવનના અંધકાર દૂર થાય છે. 
- અખંડ જ્યોત પ્રગટાવવાથી ઘર-પરિવારમાં સુખ-શાંતિ બની રહે છે અને માતા દુર્ગાની કૃપાથી બધા કાર્ય સિદ્ધ થાય છે. નોરતામાં મનોકામના પૂર્ણ કરવા માટે ભક્તોને અખંડ જ્યોત પ્રગટાવવી જોઈએ. 
- અખંડ જ્યોત પ્રગટાવવાથી તમામ પ્રકારના વાસ્તુ દોષ પણ દૂર થાય છે. વાસ્તુ દોષ દૂર થવાથી ભક્તોના સૌભાગ્યમાં વૃદ્ધિ થાય છે અને જીવનમાં સુખ-સમૃદ્ધિ આવે છે. 
 
અખંડ દીવાના નિયમ  (Akhand Jyoti Rules)
મંત્ર જપની સાથે પ્રગટાવવી જ્યોત 
નવરાત્રીમાં અખંડ જ્યોત પ્રગટાવવાથી પહેલા માતા દુર્ગાથી જ્યોત પ્રગટાવવાના સંકલ્પ લેવો જોઈએ. તેને પૂર્ણ કરવા માટે માતાના આશીર્વાદ પૂછો. મા દુર્ગા, ભગવાન ગણેશ અને શિવજીની પૂજા સાથે દીવો પ્રગટાવો. દીવો પ્રગટાવતી વખતે "ઓમ જયંતિ મંગલા કાલી ભદ્રકાલી કૃપાલિની દુર્ગા ક્ષમા શિવ ધાત્રી સ્વાહા સ્વાધા નમો અસ્તુ તે" મંત્રનો જાપ અવશ્ય કરો.
 
 
અખંડ દીવો રાખવાના નિયમ 
અખંડ દીવા બાજેટ પર લાલ કપડુ પથારીને રાખવો જોઈએ. જો તમે તેને જમીન પર રાખી રહ્યા છો, તો તેના માટે ખાસ નિયમોનું પાલન કરવું જોઈએ. તમને દીવા જમીન પર રાખવાથી પહેલા અષ્ટદળ બનાવવા જોઈએ. અષ્ટદળ તમને પીળા ચોખા અને ગુલાલથી બનાવવા જોઈએ. 
 
દીવાની દીવેટના નિયમ 
અખંડ દીવાની દીવેટ હમેશા નાડાછડીની બનાવવી જોઈએ. નાડાછડીથી સવા હાથની દીવેટ બનાવવી જોઈએ. નાડાછડીની દીવેટ નવ દિવસ સુધી સતત પ્રગટાવવા રહેવા જોઈ.એ તેથી ભૂલથી પણ તેને ઓલાવવા ન દેવુ. આવી સ્થિતિમાં આ જ્યોત ખંડિત થઈ જાય છે.
 
શુદ્ધ ઘીની જ્યોત પ્રગટાવવી 
અખંડ જ્યોત પ્રગટાવવા માટે શુદ્ધ દેશી ઘીનુ ઉપયોગ કરવો જોઈએ. પણ જો તમારી પાસે ઘી ન હોય તો તમે કોઈ બીજુ ઘી કે તલના તેમ કે સરસવના તેલથી પણ જ્યોત પ્રગટાવી શકો છો. અખંડ જ્યોત માતાની જમણી બાજુ રાખવી શુભ છે, જો કે તેલ જ્યોત માતાની ચોકીની ડાબી બાજુ રાખવી જોઈએ. અખંડ જ્યોત માટે પિત્તળનો દીવો વાપરો, જો તમારી પાસે પિત્તળનો દીવો ન હોય તો તમે માટીનો દીવો વાપરી શકો છો.
 
આગ્નેય ખૂણામાં રાખવી અખંડ જ્યોત 
અખંડ દીવો આગ્નેય ખૂણામાં એટલે કે પૂર્વ અને દક્ષિણ દિશાના મધ્ય સ્થાનમાં રાખવા જોઈએ. આ સ્થાનને અગ્નિદેવનુ સ્વામી ગણાય છે. તમને અખંડ જ્યોતથી બીજા દીવા પણ ન પ્રગટાવવા જોઈએ. આમ કરવું અશુભ છે. પૂજા કર્યા પછી પણ અખંડ જ્યોત જાતે ઓલવી ન દેવી જોઈએ. તેને પોતાની મેળે ઓલવા દેવી જોઈએ.


Edited By- Monica sahu