શુક્રવાર, 29 નવેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. ગુજરાતી રસોઈ
  4. »
  5. માંસાહારી વ્યંજન
Written By વેબ દુનિયા|

એગ મસાલા

W.D
સામગ્રી - 6 ઈંડા, 2 ડુંગળી, 500 ગ્રામ ટામેટા, 2 ચમચી લાલ મરચું, 5 ચમચી તેલ. 1 ઈંચ આદુનો ટુકડો, 4 લસણની કળી, 1/2 ચમચી હળદર, સ્વાસ મુજબ મીઠુ.

બનાવવાની રીત - સૌ પ્રથમ ઈંડાને બાફી છોલી લો, અને તેના ચાર પીસ કરો. ડુંગળી અને ટામેટાની ગ્રેવી બનાવી લો. એક કઢાઈમાં તેલ ગરમ કરી આ ગ્રેવી ફ્રાય કરી લો. હવે તેમાં આદુ અને લસણનુ પેસ્ટ નાખી 2 મિનિટ સુધી તાપ પર થવા દો. તેમા હળદર પાવડર, મીઠુ અને મરચુ નાખો. આ મસાલો તેલ છોડે કે તેમા 1/2 કપ પાણી નાખી 2-3 મિનિટ ઉકળવા દો. હવે તેમાં ઈંડાના ટુકડા નાખી ગ્રેવી 5 મિનિટ થવા દો. પછી ગરમા ગરમ રોટલી સાથે પીરસો.