મટન કરી

વેબ દુનિયા|

સામગ્રી - 750 ગ્રામ મટન પીસીસ. 4 ટેબલ સ્પૂન ઘી. 3થી 4 ડુંગળી, સ્વાદ મુજબ મીઠુ, 3થી 4 ટામેટા, 2 થી 3 કપ પાણી.

મસાલા માટે - અડધુ તાજુ નારિયળ છીણેલુ, 1 સમારેલી ડુંગળી, 8 થી10 લીલા મરચાં, એક ચમચી ધાણાજીરુ, એક ચમચી જીરુ, 2-3 તજ, 4 લવિંગમ 6 થી 8 લસણ.

બનાવવાની રીત - મટનને ધોઈ લો. નારિયળના છીણને સાંતળીને બાજુ પર મુકી રાખો. સમારેલી ડુંગળીને સોનેરી થતા સુધી સાંતળો. ધીમા તાપ પર મરચુ, ધાણા જીરુ, લસણ, આદુ, કાળા મરી, તા વગેરે સાંતળો. આ બધા મસાલાને નારિયળણા છીણ સાથે મિક્સ કરી વાટી લો. હવે એક કૂકરમાં ઘી ગરમ કરવા મુકો અને તેમા ડુંગળીવાળુ મિશ્રણ નાખીને સોનેરી થતા સુધી સાંતળો, હવે તેમા મટનના પીસ નાખીને 10 થી 15 મિનિટ સુધી થવા દો.. તેમા ટામેટા નાખીને વધુ પાંચ મિનિટ રહેવા દો.
બે ત્રણ કપ પાણી નાખીને મટન બફાતા સુધી ઉકળવા દો

સાદા ભાત સાથે સર્વ કરો.


આ પણ વાંચો :