1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. ગુજરાતી રસોઈ
  4. »
  5. માંસાહારી વ્યંજન
Written By વેબ દુનિયા|

મસાલેદાર ઈંડુ

સામગ્રી - 6 બાફેલા ઈંડા, 2 મધ્યમ આકારની લાંબી કાપેલી ડુંગળી , 1 મધ્યમ આકારનુ ટામેટુ,. અડધી ચમચી, આદુ અને લસણનુ પેસ્ટ, 1 ચમચી લાલ મરચુ, દાલચીની, ઈલાયચી અએન લવિંગનો બનેલો ગરમ મસાલો કે તંદૂરી મસાલો, અડધી ચમચી આમચૂર પાવડર, હળદર પાવડૅર અને ધાણા પાવડર, લીલા ધાણા.

બનાવવાની રીત - દરેક ઈંડાને 4 લાંબી સ્લાઈડમાં કાપો. ઘી ગરમ કરો અને તેમા લસણ અને આદુનુ પેસ્ટ નાખો. થોડુ ગુલાબી થાય કે તેમા સમારેલી ડુંગળી નાખો અને થોડુ ગુલાબી થતા સુધી ફ્રાય કરો.

મસાલાનો પાવડર નાખો અને થોડીવાર સુધી સેકતા રહો. હવે તેમા સમારેલા ટામેટા નાખો અને નરમ થતા સુધી સેકો.

આ લીલા ધાણા નાખો અને ઈંડા મિક્સ કરી પીરસો.