શુક્રવાર, 22 નવેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. ગુજરાતી રસોઈ
  3. માંસાહારી વ્યંજન
Written By
Last Modified: રવિવાર, 6 જૂન 2021 (12:43 IST)

એગ લવર્સ જરૂર ટ્રાઈ કરો ચીઝ એગ રોલ જાણો રેસીપી

તમને જો સ્નેકસ માટે કોઈ જુદી ડિશ બનાવવીની છે જે ટેસ્ટી હોવાની સાથે હેલ્દી પણ હોય તો ચીઝ એગ રોલ ટ્રાઈ કરી શકો છો. તેને બનાવવું ખૂબજ સરળ છે. 
 
સામગ્રી 
10 વાઈટ બ્રેડ 
10 ચીઝ સ્લાઈસ 
2 ડુંગળી 
અડધો કપ વેજીટેબલ ઑઈલ 
4 લીલા મરચાં
1 ચમચી લાલ મરચાં પાઉડર 
4 ઈંડા 
2 ચમચી લાઅ મરચાં પાઉડર 
2 ચમચી મકઈનો લોટ 
2 ઈંચ આદું 
કોથમીર 
 
વિધિ - 
આ રેસીપીને બનાવ્વા માટે સૌથી પહેલા તમને એગ બેટર બનાવવું છે. એક વાડકામાં ઈંડા ફોડી લો. તેમાં કોથમીર, ડુંગળી, આદું, લીલા મરચા પાઉડર, મીઠુ અને ચાટ મસાલા મિક્સ કરી લો. તેને સારી રીતે મિક્સ કરો. 
હવે બ્રેડ સ્લાઈસ લો અને તેની સાઈડ કાપી લો. હવે બ્રેડ સ્લાઈસ પર ચીઝ નાખી લો અને તેના ઉપર બેટર નાખો. હવે બ્રેડનો રોલ કરો અને મક્કાના લોટની સાથે રોલ કરવું. મધ્ય્મ તાપ પર પેન ગર્મ કરો અને તેમાં તેલ નાખી. તેલ ગરમ થતા તેમાં રોલ નાખી ફ્રાઈ કરી લો.