બુધવાર, 8 જાન્યુઆરી 2025
  1. લાઈફ સ્ટાઈલ
  2. ગુજરાતી રેસીપી
  3. માંસાહારી વ્યંજન
Written By
Last Modified: બુધવાર, 4 ડિસેમ્બર 2024 (00:03 IST)

લંચ હોય કે ડીનર બનાવો ચિકન મસાલા

chicken masala
chicken masala
જો તમને પણ ચિકન ખાવાનું ગમતું હોય તો તમને આ ચિકન મસાલાનો સ્વાદ ગમશે. તેને તમે ઓછા સમયમાં સહેલાઈથી બનાવી શકો છો. 
 
સામગ્રી 
1/2 કિલો ચિકન
4 ડુંગળી (ઝીણી સમારેલી)
2 ટામેટાં (બારીક સમારેલા)
1 ચમચી આદુ-લસણની પેસ્ટ
1 ચમચી લાલ મરચું પાવડર
1 ચમચી હળદર પાવડર
1/2 ચમચી ધાણા પાવડર
1 ટીસ્પૂન જીરું પાવડર
5 કાળા મરી
3-4 એલચી
1 નંગ તજ
1 ટીસ્પૂન જીરું
2 લવિંગ
2 તમાલપત્ર 
1 ચમચી ગરમ મસાલો
સ્વાદ મુજબ મીઠું
1 કપ તેલ
1 કપ પાણી
 
બનાવવાની રીત 
 
- સૌ પ્રથમ આખા મસાલાને મિક્સરમાં નાખીને બારીક વાટી  લો.
- ત્યારબાદ ચિકનના ટુકડાને સારી રીતે ધોઈ લો અને કિચન પેપર વડે પાણીને સૂકવી લો.
- હવે એક કડાઈમાં મધ્યમ આંચ પર તેલ મુકો અને તેને ગરમ કરો.
- તેલ ગરમ થાય એટલે તેમાં વાટેલા મસાલા, જીરું, તજ, લવિંગ, તમાલપત્ર અને એલચી નાખીને 15-20 સેકન્ડ માટે ફ્રાય કરો.
- આ પછી તેમાં ડુંગળી અને આદુ-લસણની પેસ્ટ નાખીને સાંતળો.
હવે તેમાં ટામેટા, લાલ મરચું પાવડર, હળદર પાવડર, જીરું પાવડર અને ધાણા પાવડર ઉમેરીને 5 મિનિટ માટે સાંતળો.
હવે તેમાં ચિકનના ટુકડા અને મીઠું નાખીને 5-7 મિનિટ પકાવો.
આ પછી, એક કપ પાણી ઉમેરો, પેનનું ઢાંકણું બંધ કરો અને ચિકનને 20 મિનિટ સુધી ધીમી આંચ પર થવા દો.
- નિર્ધારિત સમય પછી ફ્લેમ બંધ કરી દો.
- તૈયાર છે ચિકન મસાલો. લીલા ધાણાથી ગાર્નિશ કરીને ગરમા-ગરમ સર્વ કરો.