શનિવાર, 27 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. ગુજરાતી રસોઈ
  4. »
  5. માંસાહારી વ્યંજન
Written By વેબ દુનિયા|

આંધ્રપ્રદેશની બિરિયાની

N.D

સામગ્રી - એક કિલો બાસમતી ચોખા,એક કિલો ચિકન, 250 ગ્રામ રિફાઈંડ તેલ, 500 ગ્રામ સમારેલી ડુંગળી,500 ગ્રામ
કાપેલા ટામેટા, એક કપ દહીં, 10-15 લીલા મરચાં લાંબા સમારેલા, પાંચ ગ્રામ તજ,ઈલાયચી અને લવિંગ, એક મોટી ચમચી આદુ-લસણનું પેસ્ટ, બે લીટર પાણી, મીઠું જરૂર મુજબ.

વિધિ - ચોખાને સાફ કરીને અડધો કલાક સુધી પલાળી રાખો, ચિકનના મોટા મોટા ટુકડા કરી કાપી લો. હવે ચિકનના ટુકડામાં એક કપ દહીં અને અડધી ચમચી મીઠુ ઉમેરીને થોડી વાર માટે મુકી રાખો.

જરૂરી માત્રામાં તેલ ગરમ કરીને ડુંગળીને સાંતળો. હવે તેમાં લીલા મરચા, ઈલાયચી, તજ, લવિંગ મિક્સ કરો અને સેકી લો. ડુંગળી બદામી થયા પછી લસણ-આદુનુ પેસ્ટ અને ટામેટા નાખીને બધાને સાંતળો.

હવે ચિકન નાખીને બાફો. ચિકન બફાયા પછી ચોખા નાખીને જરૂર મુજબ પાણી નાખો અને સારી રીતે બફાવા દો. હવે ગરમા ગરમ બિરયાની સર્વ કરો.