1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. ગુજરાતી રસોઈ
  4. »
  5. માંસાહારી વ્યંજન

ગ્રિલ ફ્રિશ

ગ્રિલ ફ્રિશ
N.D
સામગ્રી - 500 ગ્રામ સોલ ફિશ, 2 ઈંડા, 80 ગ્રામ મેંદો, 15 ગ્રામ મસ્ટર્ડ પાવડર, 50 ગ્રામ તેલ, 100 ગ્રામ શિમલા મરચું. 100 ગ્રામ ડુંગળી, 80 ગ્રામ ફણસી, 2 લીંબુ, 50 ગ્રામ માખણ, મીઠુ અને સફેદ મરી સ્વાદમુજબ.

વિધિ - સૌ પહેલા સોલ ફિશને ધોઈને સાફ કરી લો. પછી ફિશના ટુકડાં કરી લો.

હવે એક વાસણમાં ઈંડા ફોડીને તેને ફેંટી લો. તેમાં મીઠું, સફેદ મરી, મસ્ટર્ડ પાવડર, અને લીંબુ નાખો પછી ફિશના ટુકડાં તેમાં નાખો. શિમલા મરચા, ફણસી અને ડુંગળીને કાપી લો.

હવે ફિશને એક ગરમ તવા પર થોડું તેલ લગાવેને સેકો. બાકી બધી શાકભાજીયોને પણ એક તવા પર સારી રીતે સેકી લો. માખણને કઢાઈમાં ઓગાળી તેમાં લીંબુ નીચોવી તેને ગરમ કરો. પછી મીઠુ અને સફેદ મરી નાખો.

હવે ગ્રિલ કરેલી ફિશને પ્લેટમાં નાખો, તેની ઉપર લેમન બટર સૉસ (ગરમ કરેલું માખણ)નાખો. અને સેકેલી શાકભાજીયો સાથે પરોસો.