1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. ગુજરાતી રસોઈ
  4. »
  5. માંસાહારી વ્યંજન

ચટપટા સમોસા

ચટપટા સમોસા
W.D
સામગ્રી - ખીમો 250 ગ્રામ, 2 ચમચી આદુ-લસણનુ પેસ્ટ, 1 ચમચી ઘાણા પાવડર, 1 ચમચી ખસખસ, 2 ચમચી લીંબૂનો રસ, 1 ચમચી ગરમ મસાલો, 1/2 ચમચી હળદર, 2 ઝીણી સમારેલી ડુંગરી, મેદો 200 ગ્રામ, 50 ગ્રામ લીલા ધાણા, મીઠુ સ્વાદ મુજબ, તેલ 100 ગ્રામ.

વિધિ - કડાહીમાં ત્રણ ચમચી તેલ ગરમ કરીને ઝીણી સમારેલી ડુંગરી નાખો, ડુંગરી બદામી થયા પછી બધો મસાલો, મીઠુ નાખીને સારી રીતે સેકી લો અને તેમાં ખીમો મિક્સ કરીને ઢાંકી દો.

લગભગ 20 મિનિટ સુધી ખીમો બાફી લો અને તેનુ પાણી સારી રીતે સુકાઈ જાય ત્યારબાદ ગેસ પરથી ઉતારી લો. લીલા ધાણા નાખીન હલાવી લો. મસાલો ઠંડો થયા પછી તેના જરૂર મુજબ ગોળા બનાવી લો.

મેદામાં ચપટી ભરીને મીઠુ અને બે ચમચી તેલ નાખી લોટ બાંધી લો. મેદાની પાતળી રોટલી બનાવીને વચ્ચેથી બે ભાગ કરી તેલમાં તળી લો. ગરમા-ગરમ સમોસા ટામેટાના સોસ સાથે સર્વ કરો.
About Writer
વેબ દુનિયા