1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. ગુજરાતી રસોઈ
  4. »
  5. માંસાહારી વ્યંજન

મટન કોફતા

મટન કોફતા
N.D
સામગ્રી - 500 ગ્રામ કીમો, 1 મોટી ચમચી ખસખસલ, 1 ઈડું કે 2 મોટી ચમચી સેકેલુ બેસન, 5-6 ડુંગળી, 10-12 કળી લસણ, 1 ઈંચ આદુ, મીઠુ દોઢ ચમચી, અડધી ચમચી હળદર, 4 નાની ચમચી ઘાણાજીરુ, 2 નાની ચમચી મરચુ, 1/2 વાડકી આખો ગરમ મસાલો, 5-6 કઢી લીમડાનાં પાન, દોઢ ચમચી ગરમ મસાલાનો પાવડર, તળવા ઘી.

બનાવવાની રીત - ખસખસને સાફ કરી ધોઈને પલાળી દો. અડધો કલાક પછી વાટી લો. ડુંગળી, લસણ, આદુને છોલીને કાપી મૂકો. ઘી ગરમ કરો. તમાલપત્ર અને આખો ગરમ મસાલો નાખીને તતડાવો. કાપેલી ડુંગળીનુ મિશ્રણ નાખીને ગુલાબી-ગુલાબી સેકી લો.

મીઠુ અને મસાલા નાખીને પાણી છાંટીને સેકો. મસાલો સારી રીતે સેકાય જાય કે ઘી માંથી 1/4 ભાગ કીમામાં નાખો. બચેલા મસાલા અને ઘી માં રસો બનાવવા માટે થોડુ પાણી નાખો અને ઢાંકીને રસો ઉકળવા દો.
About Writer
વેબ દુનિયા