1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. ગુજરાતી રસોઈ
  4. »
  5. માંસાહારી વ્યંજન

મટન બિરિયાની

મટન બિરિયાની
N.D
સામગ્રી - 500 ગ્રામ નરમ ચિકન, 500ગ્રામ બાસમતી ચોખા, 50 ગ્રામ ડુંગળી, 4 ગ્રામ તજ, 4 ગ્રામ ઈલાયચી 4 ગ્રામ લવિંગ, 1 તમાલ પત્ર, 2 ગ્રામ શાહી જીરુ, 10 ગ્રામ લાંબા કાપેલા લીલા મરચાં, 10 ગ્રામ વાટેલો આદુ, 10 ગ્રામ વાટેલું લસણ, 5 ગ્રામ લાલ મરચાંનો પાવડર, 10 ગ્રામ સમારેલો ફૂદીનો, 10 ગ્રામ સમારેલા ધાણા, 400 ગ્રામ ખાટુ દહીં, 1/2 ગ્રામ કેસર, 50 ગ્રામ દૂધ, 50 ગ્રામ ઘી, 250 ગ્રામ બાંધેલો લોટ, મીઠુ સ્વાદ મુજબ.

વિધિ - મટનને ધોઈને પાણી કાઢી લો. દહીંને ફેંટો અને ધાણા, ફૂદીનો અને લીલા મરચાં નાખીને એક બાજુ મૂકી દો. ફૂદીના અને ધાણાની દાંડીઓ અને પાનને જુદા જુદા મૂકો. કેસરને દૂધમાં ઓગાળીને થોડુ ગરમ કરી મૂકી રાખો. દહીંમા નાખી મટન મેરીનેટ કરો. એક જાડા તળિયાવાળી તપેલીમાં અડધુ ઘી, અડધા ગરમ મસાલા, મરચુ પાવડર અને મીઠું અને ડુંગળી નાખીને 30 મિનિટ જુદુ મૂકી રાખો.

ચોખાને સાફ કરીને વીસ મિનિટ પલાળી રાખો. તપેલામાં પાંચ લીટર પાણી ઉકાળો અને તેમાં મીઠુ, બાકીનો ગરમ મસાલો, ધાણા અને ફૂદીનાની ડંડિઓને પાતળા કપડામાં બાંધીને ઢાંકી દો. પાણી ઉકળવા માંડે ત્યારે ચોખા નાખો. ચોખા જ્યારે બફાઈ જાય ત્યારે તેણે ચાળી લો.

કેસરવાળા દૂધનો અડધો ભાગ મટન પર છાંટો. ઉકળતા ચોખાને મટન પર ફેલાવો વધેલા કેસરનુ દૂધ ચોખા પર નાખો. વધેલા ઘીને ગરમ કરી તેને ચોખા પર નાખો.

તપેલાને ઢાંકણથી બંધ કરી તેને બાંધેલા લોટથી સીલ કરી દો. આ તપેલીને કોલસાની સગડી પર મૂકો. જ્યારે ઢાંકણના કિનારોમાંથી વરાળ નીકળે તો સગડીના કોલસા કાઢીને ચોખાના ઢાંકણ પર મૂકો. 45 મિનિટ માટે છોડી દો. ઢાંકણ હટાવો અને રાયતા સાથે પરોસો.