મટન-મરચા સાલન
|
બનાવવાની રીત - આખા ઘાણા, જીરુ અને સુકુ નારિયળ સેકીને વાટી લો. મટનને મીઠુ અને આદુ-લસણના પેસ્ટ સાથે કુકરમાં ચાર-પાંચ સીટી વગાડી લો. જ્યારે તે નરમ પડી જાય ત્યાર ઉતારી લો.
લીલા મરચાને તેલમાં તળો અને કાઢીને એક બાજુ મૂકી દો. આ તેલમાં કાપેલી ડુંગળી સેકેલો મસાલો નાખો. બચેલુ આદુ-લસણનુ પેસ્ટ નાખો. હળદર-મરચું નાખીને પાંચ મિનિટ થવા દો.
મસાલામાં મટનની સાથે આમલીનુ પાણી નાખો. પાંચ મિનિટ ઉકળવા દો. સ્વાદમુજબ મીઠુ નાખીને તળેલા મરચા ભેળવો અને હલકા હાથે મિક્સ કરો. ભાત સાથે પીરસો.
