ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. ગુજરાતી રસોઈ
  4. »
  5. માંસાહારી વ્યંજન
Written By વેબ દુનિયા|

મટન લાજવાબ

N.D
સામગ્રી - 1 કિલો મટન, 1/2 કિલો ડુંગળી લાંબી સમારેલી, 1 મોટી ચમચી આદુનુ પેસ્ટ, દોઢ ચમચી લસણનુ પેસ્ટ, 1 મોટી ચમચી લાલ મરચું, 1 મોટી ચમચી હળદર, 1 મોટી ચમચી ઘાણાજીરુ, એક નાની ચમચી ગરમ મસાલો, 2-3 તમાલપત્ર, 8-10 કાળા મરી, 2 ઈલાયચી, 1 ટુકડો તજ, 3 આખા લાલ મરચા, 1 નાની ચમચી જીરુ, 5 લવિંગ, સ્વાદ મુજબ મીઠુ અને 1 કપ સરસિયાનુ તેલ.

બનાવવાની રીત - એક વાસણમાં મટન, લાલ મરચું, હળદર, લસણ, આદુ, ધાણા, મીઠુ, 1 મોટી ડુંગળી સમારેલી અને 1 મોટી ચમચી સરસિયાનુ તેલ મિક્સ કરી10 મિનિટ સુધી મેરીનેટ થવા માટે મુકી રાખો. કુકરમાં તેલ ગરમ કરો, તેમા બધા આખા મસાલા નાખીને તતડાવો. ડુંગળી નાખીને સોનેરી થતા સુધી સાંતળો. તેમા મટન નાખીને હલાવો અને કુકર બંધ કરીને ધીમા તાપ પર 1-2 સીટી વાગવા દો.

કુકર ખોલીને ધીમા તાપ પર તેલ દેખાય ત્યાં સુધી સેકો અને ગરમ મસાલો નાખો. અંદાજથી પાણી નાખીને કુકર બંધ કરો. 5 મિનિટ સુધી થવા દો પછી કુકર ખોલો અને ગરમા ગરમ ભાત કે રોટલી સાથે સર્વ કરો.