હાંડી કબાબ
|
વિધિ - ખીમાને સાફ કરી હથેળી વડે દબાવીને બધુ પાણી નીચોડી નાખો. ઉપર આપેલી સામગ્રીમાં તૈયાર પેસ્ટ, લાલ મરચું, ધાણાજીરું, ગરમ મસાલો, હળદર, મીઠું, અને 2 ચમચી તેલનું મોણ નાખીને એકસાર કરી લો. ઉપરોક્ત મિશ્રણને હાથથી સારી રીતે દબાવીને તેના ગોલ લૂઆ બનાવી લો.
ગ્રેવી - પ્રેશરકૂકરમાં તેલ ગરમ કરી તેમાં કાળા મરી, મોટી ઈલાયચી, તમાલપત્ર, લવિંગ નાખી દો. સારી રીતે લાલ થયા પછી તેમા ઝીણી સમારેલી ડુંગળી નાખો અને ચારણીથી ઢાંકી દો. ધીમા ગેસ પર 10 મિનિટ સુધી થવા દો, વચ્ચે-વચ્ચે હલાવતા રહો.
બે ચમચી પાણી નાખો અને ડુંગળી સારી રીતે પકવો. મસાલા ભેળવીને પાછુ અડધો કપ પાણી નાખીને હલાવો. બધા મસાલા સારી રીતે મિક્સ થયા પછી તેમા એક એક કરીને કબાબ જમાવી દો. અને પાંચ મિનિટ સુધી કુકરને ઢાંકી દો.
એક ગ્લાસ પાણી ગરમ કરી કુકરમાં નાખો અને સીટી લગાવીને ઓછામાં ઓછી 4-5 સીટી વાગવા દો. ઠંડુ થયા પછી લીલા ધાણા નાખીને રોટલી સાથે પીરસો.
