ગુરુવાર, 5 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. »
  3. રમત
  4. »
  5. ઓલિમ્પિક 2008
Written By ભાષા|
Last Modified: બીજિંગ. , રવિવાર, 24 ઑગસ્ટ 2008 (17:04 IST)

મુક્કેબાજ શિમિંગ દ્વારા ચીનને 50મો સુવર્ણ પદક

રમતમાં મહાશક્તિ રૂપે ઉભરી આવેલા ચીને બીજિંગ ઓલિમ્પિકમાં મુક્કેબાજીમાં પહેલીવાર સુવર્ણ પદક મેળવ્યુ હતું. જેની સાથે ચીને ઓલિમ્પિક-08માં સુવર્ણ પદક મેળવવાના આંકડામાં અડધી સદી ફટકારી છે. એટલે કે ચીને કુલ 50 સુવર્ણ પદક જીત્યા છે. જ્યારે અમેરિકા આ વખતે બહુ પાછળ રહ્યુ હતું. તેણે 35 સુવર્ણ પદક મેળવ્યા હતાં.

રમતોના આ મહાસાગરના છેલ્લા દિવસે રવિવારે ઝૂ શિમિંગે ચીનને મુક્કેબાજી સ્પર્ધામાં પ્રથમવાર સુવર્ણ પદક અપાવડાવ્યો હતો.
15 દિવસના ઓલિમ્પિકના આ છેલ્લા દિવસે 12 સ્પર્ધાઓ થઈ હતી. અંતિમ પદક આંકડામાં ચીનના ખાતામાં 50, અમેરિકા 35, રૂસ 23 અને બ્રિટેનના ખાતામાં 19 સુવર્ણ પદક નોંધાયા છે. અમેરિકાના વિશ્વવિક્રમ રચનાર સ્વિમર ફ્લેપ્સે જ 8 સુવર્ણ પદક જીતીને ઓલિમ્પિક ઇતિહાસમાં પોતાનુ નામ નોંધાવ્યું છે.

ચીન એક જ ઓલિમ્પિકમાં અધધ સુવર્ણ પદક જીતીને અવ્વલ નંબર પર રહેનાર પ્રથમ દેશ છે. કુલ પદકને વાત કરીએ તો તેમા અમેરિકા આગળ છે. અમેરિકાએ કુલ 108 પદક અને ચીન 98 પદક મેળવી ક્રમશઃ પહેલા-બીજા સ્થાને રહ્યા છે.