રાજ્યવર્ધન ભારતના રાષ્ટ્રધ્વજવાહક

નવી દિલ્હી. | ભાષા| Last Modified મંગળવાર, 5 ઑગસ્ટ 2008 (21:26 IST)

એથેન્સ ઓલિમ્પિકમાં રજત પદક મેળવનાર રાજ્યવર્ધનસિંહ રાઠોડને આઠ ઓગષ્ટથી શરૂ થનાર ઓલિમ્પિક રમતોમાં ભારતીય દળ તરફથી રાષ્ટ્રધ્વજવાહક તરીકે પસંદ કરાયા છે .

રાઠોડ 2004 એથેંસ ઓલિમ્પિકમાં ભારત તરફથી પદક મેળવનાર એકમાત્ર વિજેતા હતાં, તેમણે ડબલ ટૈપ સ્પર્ધામાં રજત પદક મેળવ્યું હતું.

ભારતીય ઓલિમ્પિક સંઘના અધ્યક્ષ સુરેશ કલમાડીએ જણાવ્યું હતું કે 2004 એથેંસ ઓલિમ્પિક ડબલ ટ્રેપમાં રજત પદક વિજેતા નિશાનેબાજ રાજ્યવર્ધનસિંહને બેઈજીંક ઓલિમ્પિક રમતોત્સવમાં રાષ્ટ્રધ્વજવાહક બનાવાયા છે.
એથેંસ રમતમાં લાંબી કૂદની વરિષ્ઠ ખેલાડી અંજુ બોબી જ્યોર્જ રાષ્ટ્રધ્વજવાહક હતી. બેઈજીંગ ઓલિમ્પિકમાં તે આ વખતે ભારતીય દળ સાથે રહશે.


આ પણ વાંચો :