Last Modified: નવી દિલ્હી , મંગળવાર, 26 ઑગસ્ટ 2008 (11:40 IST)
વિજેન્દ્રના પિતા સાથે દુર્વ્યવહાર
બીજીંગ એલોમ્પિકમાં બોક્સિંગમાં કાસ્ય પદક મેળવીને દેશનું નામ રોશન કરનાર હરિયાણાના વિજેન્દ્ર કુમારના પિતાની સાથે હવાઈ મથકે પોલીસના જવાનોએ દુર્વ્યવહાર કર્યો હતો અને તેમને પોતાના પુત્રનું સ્વાગત કરવા માટે અંદર પ્રવેશ આપવામાં આવ્યો ન હતો.
આ ઘટના મોડી રાત્રે ઈંદિરા ગાંધી હવાઈ મથક પર થઈ હતી જ્યારે રાત્રે 12:30 વાગ્યે ઓલિમ્પિકમાં કાસ્ય પદક મેળવનાર વિજેન્દ્ર અને પહેલવાન સુશીલ કુમારની સાથે ખેલાડીઓ અને અધિકારીઓનું છેલ્લુ ભારતીય દળ ઈંદિરા ગાંધી આંતરરાષ્ટ્રીય હવાઈ મથકે પહોચી રહ્યું હતું.
વિજેન્દ્રના મોટા ભાઈ મનોજ કુમારે જણાવ્યું કે દિલ્હી પોલીસના જવાનોએ તેમના પિતાની સાથે દુર્વ્યવહાર કર્યો હતો, તેમની સાથે મારપીટ કરી હતી અને તેમનો કોલર પણ પકડી લીધો હતો. તેમના જણાવ્યાં છતાં પણ કે તેઓ વિજેન્દ્રના પિતા છે તે છતાં પણ પોતાના પુત્રનું સ્વાગત કરવા માટે તેમને હવાઈ મથકની અંદર પ્રવેશ કરવા દિધો નહિ.