Last Modified: બીજિંગ , શનિવાર, 23 ઑગસ્ટ 2008 (12:16 IST)
ઓલિમ્પિકમાં 83 દેશોએ પદક જીત્યા
આ વખતના ઓલિમ્પિકે એક નવો વિક્રમ સર્જ્યો છે. કારણ કે આ બીજિંગ ઓલિમ્પિકમાં કુલ 83 દેશોએ પદક જીતવાનો નવો ઇતિહાસ રચાયો છે.
આયર્લેંડ, મારીશસ અને મોલદોવાએ પણ ચાર કાંસ્ય પદક જીત્યા છે. અને હજી 302 માંથી 54 સ્પર્ધાઓ બાકી છે.
એથેંસ ઓલિમ્પિક્માં 74 દેશોએ પદક જીત્યા હતા ત્યારબાદ સીડની ઓલિમ્પિકમાં સૌથી વધારે 80 દેશોએ પદક મેળવ્યા હતા. આ રેકોર્ડ હવે બીજિંગ ઓલિમ્પિક્માં તૂટ્યો છે જેમા અત્યાર સુધી સૌથી વધારે દેશોએ પદક મેળવ્યા છે. અને હજી આ આંકડામાં વધારો થવાની સંભાવના છે.