રવિવાર, 12 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. »
  3. રમત
  4. »
  5. ઓલિમ્પિક 2008
Written By વેબ દુનિયા|

કાંસ્ય મેળવ્યા બાદ સુશિલ પર પૈસાની ધાર

ભારતીય કુસ્તીબાજ સુશિલકુમારે દેશના ઇતિહાસમાં નામ નોંધાવ્યા બાદ તેના પર ઈનામોની વર્ષા થઈ હતી.

1952માં હેલસિંકી રમતોત્સવમાં કે.ડી. જાદવે ભારતે કાંસ્યપદક અપાવ્યા બાદ 56 વર્ષના લાંબા અંતરાલ પછી સુશીલે પદક મેળવી આપ્યું છે. ઇતિહાસમાં નોંધાતાની સાથે જ તેના પર ઈનામોની વર્ષા થવા લાગી છે.

જ્યા સુશીલકુમાર નોકરી કરે છે ત્યાં પ્રમોશનની સાથે સાથે ભારતીય રેલવેએ 55લાખના રોકડ પુરસ્કારની જાહેરાત કરી છે. ઉપરાંત હરિયાણા સરકારે 25 લાખના રોકડ ઈનામની ઘોષણા કરી છે.

દિલ્હી સરકારે 50 લાખની જાહેરાત કરી છે, જ્યારે સ્ટીલ પ્રધાન રામવિલાસ પાસવાને 25 લાખના રોકડ ઈનામની જાહેરાત કરી છે.
ઈન્ડિયન ઓલિમ્પિકના એસોસિએશનના પ્રમુખ સુરેશ કલમાડીએ કહ્યું હતું કે ભારતીય ભારતીય કુસ્તીબાજો છેલ્લા કેટલાક સમયથી સારો દેખાવ કરી રહ્યા છે.