Last Modified: બીજિંગ , બુધવાર, 20 ઑગસ્ટ 2008 (15:36 IST)
કુશ્તીમાં સુશીલ કુમાર જીત્યા કાસ્ય પદક
ભારતનું વધુ એક ગૌરવ
ઓલિમ્પિક રમતોની કુશ્તી ટીમમાંથી એક સારા સમાચાર મળ્યા છે. ભારતના સુશીલ કુમાર 66 કિલોગ્રામ વર્ગના હેઠળ રેબોચાર્જ હરીફાઈમાં રૂસના બેત્રોવના ત્રણ રાઉંડમાંથી બે રાઉંડ જીતીને ક્વાર્ટર ફાઈનલમાં પહોંચ્યા અને ત્યાં તેમણે કજાકિસ્તાનના પહેલવાનને હરાવીને કાસ્ય પદક જીત્યો.
ફક્ત કાંસ્ય પદકને માટે રેબોચાર્જની હરીફાઈ લડવામાં આવે છે અને સુશીલ ક્વાર્ટર હાઈનલના કજાકિસ્તાનના પહેલવાનને ધરાશાયી કરવામાં સફળ થયા. 1952 પછી આ પહેલો અવસર છે જ્યારે કે કુશ્તીમાં ભારતે કાંસ્ય પદક જીત્યો છે. તે સમયે કેડી જાધવે આ સફળતા મેળવી હતી.
રેબોચાર્જની હરીફાઈ ત્યારે થાય છે, જ્યારે કોઈ પહેલવાન સુવર્ણ અને પદક માટે પહોંચી જાય છે, ત્યારે તે પહેલવાનથી હારેલા પહેલવાનો વચ્ચે કાંસ્ય પદક માટે હરીફાઈ થાય છે.
આજે સવારે સુશીલ જે પહેલવાનથી હાર્યા હતા, તે ફાઈનલમાં પહોંચતા જ તેમનો રેબોચાર્જને માટેનો સામનો નક્કી થઈ ગયો હતો.
રેબોચાર્જમાં સુશીલ રૂસી પહેલવાન બેત્રોવ પર ભારે પડ્યા. તેમણે 3 રાઉંડમાંથી 2 રાઉંડ જીતીને ક્વાર્ટર ફાઈનલની સીટ બુક કરી હતી અને તેમને કાંસ્ય પદક જીતવા માટે કેમ પણ કરીને કજાક પહેલવાનને હરાવવાનો હતો.
નિયમોની વધુ માહિતી પહેલવાનોને નહોતી, તેથી એવુ માનવામાં આવી રહ્યુ હતુ કે કુશ્તીમાં હવે ભારતની છેલ્લી આશા રાજીવ તોમર જ બચ્યા છે, પરંતુ સુશીલ કુમારની જીતે એક વાર ફરી પદકની આશા જગાવી દીધી હતી.
અત્રે એ ઉલ્લેખનીય છે કે સુશીલનો પડકાર ફક્ત કાંસ્ય પદક માટે હતો કારણકે ફાઈનલમાં સ્વર્ણ અને રજતના દાવેદારો પહેલાથી જ નક્કી થઈ ચૂક્યા હતા. હવે ઓલિમ્પિક કુશ્તીમાં ભારતીય પહેલવાન રાજીવ તોમરનુ અભિયાન બાકી છે, જેઓ 120 કિલોગ્રામ ભાર વર્ગમાં પોતાની રજૂઆત કરશે.