ચીનની દાદાગીરીથી અમેરિકા ત્રસ્ત
જમૈકાના યૂસૈન બોલ્ટના બે વિશ્વ રેકોર્ડની સાથે ફર્રાટા ડબલ અને આયોજક દેશ ચીનના પદકોમાં થઈ રહેલા વધારાથી ઓલિમ્પિકમાં અત્યાર સુધી વર્ચસ્વ ધરાવનાર અમેરિકાનો ખેલ 13માં દિવસે સમાપ્ત થઈ ગયો હતો. હવે ચીન અને અમેરિકા વચ્ચે 18 સ્વર્ણ પદકોનું અંતર થઈ ગયું છે. ચીનના 45 સુવર્ણ, 15 રજત, અને 21 કાંસ્ય સહિત કુલ 81 પદક થઈ ગયા છે જ્યારે અમેરિકાના 27 સુવર્ણ, 28 રજત, અને 28 કાંસ્ય સહિત બીજા સ્થાન પર છે. બ્રિટેન ઓલિમ્પિક્માં પોતાનુ અત્યાર સુધીનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરતા 17 સુવર્ણ પદક સાથે કુલ 39 પદક જીતીને ત્રીજા સ્થાને છે. આયોજક દેશ ચીને સફળતા જાળવી રાખતા મહિલા હોકી ટુર્નામેંટ ફાઈનલમાં આગળ છે. જેમાં સુવર્ણ પદક માટે હવે ચીનનો મુકાબલો હૉલેંડ સાથે થશે. પુરુષ બાસ્કેટબોલમાં અમેરિકા, આર્જેન્ટિના, લિથુઆનિયા અને સ્પેન સેમીફાઈનલમાં પહોચી ગયા છે.