રવિવાર, 12 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. »
  3. રમત
  4. »
  5. ઓલિમ્પિક 2008
Written By વેબ દુનિયા|

ડીએસપી બનશે વિજેન્દ્ર, મળશે 50 લાખ

હરીયાણા સરકારના બીજિંગ ઓલિમ્પિકની મુક્કેબાજી સ્પર્ધામાં ભારતને માટે કાંસ્ય પદક નક્કી કરવા માટે વિજેન્દ્રને 50 લાખ રૂપિયાના રોકડ ઈનામની જાહેરાત કરવામાં આવી.

મુખ્યમંત્રી ભૂપેન્દ્રસિંહ હુડ્ડાએ જણાવ્યુ કે હરિયાણા પોલીસમાં ઈંસ્પેક્ટર વિજેન્દ્રની પદઉન્નતિ કરી તેમણે પોલીસ ઉપધીક્ષક બનાવવામાં આવશે. તેમણે કહ્યુ ભિવાની નિવાસી વિજેન્દ્રના નામ પર એક મુક્કેબાજી અકાદમી પણ શરૂ કરવામાં આવશે.

અધિકારીક પ્રવક્તાએ કહ્યુ ક્વાર્ટર ફાઈનલમાં પહોંચતા પહેલા જે 25 લાખ રૂપિયાની જાહેરાત થઈ હતી, તેને વધારીને 50 લાખ રૂપિયા કરી દેવામાં આવી છે, કારણકે તેમણે ઓછામાં ઓછો કાંસ્ય પદક નક્કી કરી દીધો છે.

ભિવાનીમાં બનશે મુક્કેબાજી અકાદમી - હુડ્ડાએ મુક્કેબાજીને મોટા પાયા પર પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ્યથી ભિવાનીમાં એક રમત અકાદમી ખોલવાની જાહેરાત પણ કરી. તેમણે આશા બતાવી કે વિજેન્દ્ર સુવર્ણ પદક જીતશે. તેઓ રાજ્યની રમત નીતિને હેઠળ બે કરોડ મેળવવાના હકદાર બનશે.