1. સમાચાર જગત
  2. »
  3. રમત
  4. »
  5. ઓલિમ્પિક 2008
Written By વેબ દુનિયા|

બીજિંગ ઓલિમ્પિક-8ની રવિવારે પૂર્ણાહૂતિ

ચાર બરસ કે બાદ ઝલ્દી આના...

રમતોથી લઈને ખર્ચા સુધી નવાનવા વિશ્વવિક્રમ સર્જનાર બીજિંગ ઓલિમ્પિકની આજે રવિવારે પરંપરાગત રીતે પૂર્ણાહૂતિ થશે.

અત્રે ઉલ્લેખનિય છે કે 8 મી ઓગસ્ટના રોજ ઓલિમ્પિક રમતોત્સવની શરૂઆત થઈ હતી. જેની પાછળ ચીને તેના આયોજન 161680 કરોડની જંગી રકમ ખર્ચી હતી. આ ઉપરાંત સ્ટેડિયમ, ખેલાડીઓ અને કલાકારોની સલામતી પાછળ 13,000 કરોડનો ખર્ચો કર્યો હતો.

વર્તમાન ઓલિમ્પિકમાં 28 રમતોની 302 સ્પર્ધાઓ થઈ હતી. તેમજ તેના માટે જુદાજુદા 37 સ્ટેડિયમની ફાળવણી કરવામાં આવી હતી.
PTIPTI


2012 ઓલિમ્પિક રમતોત્સવ લડંનમાં : આજે રવિવારે આના સમાપનની સાથે જ ઓલિમ્પિક ધ્વજને લંડને સોપી દેવામાં આવશે. જ્યા 2012માં ઓલિમ્પિક રમત મહોત્સવનું આયોજન કરવામાં આવશે. બાય બાય બીજિંગ અને નમસ્તે લંડનને લઈને પણ ઉત્સુકતા પ્રવર્તી રહી છે. ચાર વર્ષબાદ લંડનમાં યોજાનાર ઓલિમ્પિકની તૈયારીયો અત્યારથી જ શરૂ થઈ ચૂકી છે.

લંડનમાં 27 મી જુલાઈથી 12મી ઓગષ્ટ 2012 સુધી ઓલિમ્પિકની પ્રાથમિક યોજનાની તૈયારી ચાલી રહી છે.આની સાથે જ લંડન આધૂનિક ઓલિમ્પિક રમતોત્સવનુ ત્રીજી વાર આયોજન કરનાર પ્રથમ શહેર બની જશે.

2012ના ઓલિમ્પિકના આયોજન માટે દુનિયાના નવ શહેરોએ આવેદન પત્રો મોકલાવ્યા હતાં. તેમાથી પેરિસ અને લંડન વચ્ચે સ્પર્ધા જામી હતી. છઠ્ઠી જુલાઈ 2005ના રોજ ઈંટરનેશનલ ઓલિમ્પિક કમિટીની સિંગાપુરમાં મળેલી બેઠકમાં લંડનને આયોજક દેશ માટેનો નિર્ણય લેવાયો હતો.