રવિવાર, 12 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. »
  3. રમત
  4. »
  5. ઓલિમ્પિક 2008
Written By વાર્તા|
Last Modified: બીજિંગ , સોમવાર, 25 ઑગસ્ટ 2008 (12:17 IST)

બીજિંગ ઓલિમ્પિકની 10 યાદગાર પળો..

બીજિંગ ઓલિમ્પિક રમત મહોત્સવ ઘણા બદા ખેલાડીયો માટે યાદગાર બની રહેશે કારણ કે રમતના મેદાન પર કેટલાક એવા પ્રસંગો બન્યા જે દરેક ખેલાડી માટે જીવનમાં પથ્થની લકીર સમાન અકબંધ થઈ ગયુ હશે. આવી જ 10 યાદગાર પળોને અમે અહીં રજૂ કરી રહ્યા છીએ.

1. યુસૈન બોલ્ટે 9.69 સેકંડમાં રેસ સમાપ્ત કરી 100 મીટર ફર્રાટા દોડમાં પોતાનો જ વિશ્વરેકોર્ડ તોડ્યો હતો. રેસ પુરી થવાની અણી પર જ બોલ્ટે પોતની છાતી પર હાથ મારતા તેમની શાનદાર જીતનું પ્રદર્શન કર્યુ હતું.

2. અમેરિકાના ઝેસન લેઝાકે ચાર ગુણા 100 મીટર ફ્રીસ્ટાઈલ રિલે તરણ સ્પર્ધાના છેલ્લા ચરણમાં ફ્રાંસના એલેન બર્નાડને જ્યારે પાછળ મુકી દીધા ત્યારે માઈકલ ફેલ્પ્સ ખુશીથી નાચી ઉઠ્યા હતા. તેમજ ફેલ્પ્સે એક જ ઓલિમ્પિકમાં સાત સુવર્ણ પદક જીતવાનો અમેરિકાના માર્ક સ્પિટ્ઝના રેકોર્ડને ટોડી પાડ્યો હતો.

3. ટ્રૈકથી પાછા ફરતી વખતે લિયુ શાંગના ચહેરા પર ઉદાસી હતી. પગની ઠોકરના કારણે લિયુ 110 મીટર બાધા દોડ સ્પર્ધામાં પોતાના ખિતાબનો બચાવ કરી શક્યા નહીં. અને ચીનના આ પ્રસિદ્ધ એથલીટની સાથે તેમના અનેક ચાહકોના દિલ તૂટી ગયા.

4. રૂસની યેલેના ઈસિનબાયેવાએ બર્ડ્સ નેસ્ટમાં 91 હજારની ભીડ પર અનેરો જાદુ ફેરવતા સમયની સાથે વિશ્વરેકોર્ડ સર્જી સફળતા મેળવી હતી.

5. ઉદઘાટન સમારંભ બાદ જાણ થઈ કે તે ખુબ જ ગરબડગોટાળા ભરેલુ હતુ. છતાં તે સાર્વત્રિક રીતે સરસ રહ્યુ હતું. ખાસ કરીને ઝિમ્નાસ્ટ લી નિંગને સ્ટેડિયમની છત સુધી ઉછાળવો અને તેના દ્વારા ઓલિમ્પિક જ્યોતને પ્રગટાવવી.

6. જર્મનીના વેઈટ લીફ્ટર મથાયસ સ્ટેનરે જ્યાર સુવર્ણ પદક જીત્યો ત્યારે તેણે તેમની સ્વર્ગીય પત્નીની તસવીરને ચુબન કરી જીતને પત્ની સાથે વહેચી હતી. અને મથાયસની આંખો આંસુથી ભરાઈ આવી હતી. મથાયસની પત્ની કાર અકસ્માતમાં ઘાયલ થઈ હતી. આ દૂરઘટના બાદ જ્યારે તે છેલ્લા શ્વાસ લઈ રહી હતી ત્યારી મથાયસે તેના માટે ઓલિમ્પિકમાં તેના માટે સુવર્ણ પદક જીતવાનુ વચન આપ્યુ હતું.

7. અમેરિકાના મૈટ એવંસે 33 અંકોનો વધારો છેલ્લા શૉટમાં ગુમાવી બેઠા. અને નિશાનબાજ માટેનુ સુવર્ણ પદક હાથથી જતુ રહ્યુ. ચાર વર્ષ પહેલા પણ એથેંસમાં ત્રણ અંક માટે સુવર્ણ પદક મેળવતા રહી ગયા હતાં.

8. યુસૈન બોલ્ટે 200 મીટરમાં માઈકલ જોનસનનો રેકોર્ડ તોડી પાડ્યો હતો. ફીનીશ લાઈન પહોચવા સુધી તેમની આંખો સમય ઘડીયાળ પર ટકી રહી હતી. આ વખતે પણ તેમણે છાતી પર હાથ પછાડ્યો પણ રેસ ખતમ થયા બાદ.

9. રોહલ્લા નિકપાઈએ અફઘાનિસ્તાન માટે સૌપ્રથમવાર પદક જીતી ઓલિમ્પિક ઇતિહાસમાં નામ નોંધાવ્યુ હતું. તેમણે પુરુષ 58 કિલો તાઈક્વાંડોમાં કાંસ્ય પદક મેળવ્યો હતો.

10. એસ્તોનિયાના જર્ડ કૈંટરે ચક્કા ફેકમાં સુવર્ણ જીતવાની ખુશીમાં 100 મીટરની ટ્રૈક પર દોટ મૂકી હતી. બાદમાં તેમણે બોલ્ટની નકલ કરી છાતી પર હાથ પછાડતા દર્શકો હસવા લાગ્યા હતાં.