1. સમાચાર જગત
  2. »
  3. રમત
  4. »
  5. ઓલિમ્પિક 2008
Written By વેબ દુનિયા|

મુક્કાબાજીમાં વિજેન્દ્રનો વિજય

અખિલ કુમાર હાર્યા પછી ભારતને મુક્કેબાજીમાં પદક જીતવાની આશા છે. જેમાં આજે સાંજની રમત બાદ વિજેન્દ્રએ આ આશા વધુ પ્રબળ બનાવી છે. આ જીતથી ઓછામાં ઓછો કાસ્ય પદક નિશ્વિત થઇ ગયો છે.

આજે સાંજે રમાયેલી કવાર્ટર ફાઇનલમાં ઇકવાડોરના કાર્લસ ગોંગારાને 9-4થી પછાડી વિજેન્દ્રએ વિજય મેળવી પોતાની શકિતનો પરચો આપ્યો હતો. અત્રે ઉલ્લેખનિય છે કે, ભારતીય બુધવારે સુશીલકુમારે કાંસ્ય ચંદ્રક મેળવી દેશનું ગૌરવ વર્ધાયું છે ત્યારે વિજેન્દ્રએ પણ મેડલ મેળવવાની આશા વધુ પ્રબળ બનાવી છે.

29મી ઓક્ટોબર-1985ના રોજ જન્મેલા વિજેન્દ્રએ સિનિયર નેશનલ બોક્સીંગ ચેમ્પિયનશીપમાં સુર્વણ સહિત અનેક એવોર્ડ પોતાને નામ કરેલા છે. અર્જુન એવોર્ડ વિજેતા વિજેન્દ્રએ સુપર કપ ઇન્ટરઝોનલ નેશનલ બોક્સીંગ-2008માં સુર્વણ પદક, 3જા ઓલિમ્પિ ક્વોલીફાયીંગ ટુર્નામેન્ટ-2008માં સુવર્ણ પદક, જર્મની ખાતે યોજાયેલ કેમેસ્ટ્રી કપ બોક્સીંગ ટુર્નામેન્ટમાં પણ તેણે સુવર્ણ ચંદ્રક મેળવ્યો હતો.