બુધવાર, 4 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. »
  3. રમત
  4. »
  5. ઓલિમ્પિક 2008
Written By વેબ દુનિયા|
Last Modified: બિજીંગ , શુક્રવાર, 22 ઑગસ્ટ 2008 (13:28 IST)

વિજેન્દ્રની હાર, કાંસ્ય પદકથી સંતોષ

આજે ફરીથી ભારતની સુવર્ણ મેડલ મળવાની આશા ધૂળમાં મળી ગઈ હતી. વિજેન્દ્રસિંહની ક્યુબાનાં બોક્સર એમીવિયો ક્યુબા સામે 8-5 થી હાર થઈ હતી. ક્યુબાનાં બોક્સરે ચાર રાઉન્ડમાં દરેક રાઉન્ડમાં વિજેન્દ્રથી આગળ હતો. આમ 75 કિલોગ્રામ કેટેગરી બોક્સીંગ પણ ભારતની સ્પર્ધા પુરી થઈ ગઈ છે.

શરૂઆતમાં એમીવિયોનાં હાથમાં ઈજાને કારણે રમવાની શક્યતા નહતી. પણ પાછળથી તે રમવા ઉતર્યો હતો. ક્યુબાનો બોક્સર પહેલાંથી એગ્રેસીવ રમતનું પ્રદર્શન કરતો હતો. તેણે વિજેન્દ્રને આગળ આવવાનો મોકો આપ્યો ન હતો. અને, ચાર રાઉન્ડમાં 2-0, 3-2, 6-3 અને 8-5 થી વિજેન્દ્રની હાર થઈ હતી. આ હાર પાછળ વિજેન્દ્રનું ડીફેન્સીવ રમત જવાબદાર રહી છે.

આ હારથી ભારતની ગોલ્ડ મેડલની આશા પુરી થઈ હતી. તો વિજેન્દ્રનાં ગામમાં પણ નિરાશા છવાઈ ગઈ હતી.