Last Modified: નવી દિલ્લી , બુધવાર, 20 ઑગસ્ટ 2008 (10:54 IST)
સાઈનાની નજર લંડન ઓલિમ્પિક પર
બીજીંગ ઓલિમ્પિકના ક્વાર્ટર ફાઈનલમાં હાર્યા પછી પણ સાઈના નેહવાલનો જુસ્સો કાયમ છે અને ભારતની આ પ્રતિભાવાન બેડમિંટન ખેલાડીએ કહ્યુ કે તેની નજર 2012માં લંડનની રમતોમાં સ્વર્ણપદક પર મંડાયેલી છે.
સાઈનાએ કહ્યુ હું નિરાશ છુ કે મેં સેમીફાઈનલમાં સ્થાન બનાવી ન શકી. પરંતુ હવે હુ વધુ અનુભવી છુ. મેં આવી ઘણી મેચ ખોઈ છે તેથી હાર મારી માટે કોઈ હવ્વો નથી.
તેમણે કહ્યુ આ મારો પહેલો ઓલિમ્પિક હતો અને મેં આટલા આગળ જવા વિશે સપનામાં પણ નહોતું વિચાર્યુ. ક્વાર્ટર ફાઈનલમાં પહોંચવુ એ પણ એક સારુ પ્રદર્શન હતુ. મને ખબર છે કે હું સારુ રમી રહી છુ અને બીજીંગ ઓલિમ્પિક ગામમા આતંરરાષ્ટ્રીય ખેલાડીઓને જોઈને સીખી લીધુ છે કે પ્રતિસ્પર્ધામાં કેવી રીતે ટકી રહેવુ જોઈએ અને ફોર્મને કેવી રીતે બરકરાર રાખવુ જોઈએ.
ઓલિમ્પિક બેડમિંટનના ક્વાર્ટર ફાઈનલમાં પહોંચનારી પહેલી ભારતીય બની સાઈનાને આશા છે કે આવતા ઓલિમ્પિકમાં તે સ્વર્ણ પદક જીતી શકશે અને હવે એ જ મારું લક્ષ્ય છે.