રવિવાર, 22 ડિસેમ્બર 2024
  1. ગુજરાત સમાચાર
  2. રમત
  3. ઓલિમ્પિક ગેમ્સ પેરિસ 2024
Written By
Last Modified: શનિવાર, 3 ઑગસ્ટ 2024 (13:37 IST)

Olympics 2024 Day 8 Live: મનુ ભાકર ત્રીજુ મેડલ જીતતા ખૂબ નજીકથી ચુંકી ગઈ, 25 મીટર પિસ્ટલ ઈવેંટમં ન મળ્યો પદક

Paris Olympics Day 8 Update: પેરિસ ઓલિમ્પિક 2024માં ભારત માટે 8મો દિવસ ખૂબ જ મહત્વપૂર્ણ છે જેમાં તમામની નજર ફરી એકવાર મનુ ભાકર પર ટકેલી છે, જેણે વિવિધ શૂટિંગ ઈવેન્ટ્સમાં 2 બ્રોન્ઝ મેડલ જીત્યા છે. મનુ આજે મહિલાઓની 25 મીટર પિસ્તોલ સ્પર્ધાની ફાઇનલમાં ભાગ લેશે. 2 ઓગસ્ટે યોજાયેલી આ ઈવેન્ટના ક્વોલિફિકેશન રાઉન્ડમાં મનુ બીજા સ્થાને રહી હતી. બીજી બાજુ 8મા દિવસે ભારતના શેડ્યુલ પર નજર નાખીએ તો તેમા ગોલ્ફમાં જ્યા ગગનજીત સિંહ ભુલ્લર અને શુભંક્જર શર્મા એક્શનમાં જોવા મળ્યા તો બીજી બાજુ આર્ચરીમાં મહિલા વ્યક્તિગત એલિમિનેશન રાઉન્ડમાં દીપિકા કુમાર અને ભજન કૌર ભાગ લેશે. 

-  મનુ ભાકર ચોથા ક્રમે રહી હતી
ભારતની મનુ ભાકર પેરિસ ઓલિમ્પિક 2024માં મહિલાઓની 25 મીટર પિસ્તોલ ઈવેન્ટની ફાઇનલમાં મેડલ મેળવવાથી થોડી વાર ચૂકી ગઈ, જ્યાં તેણી ચોથા સ્થાને રહી.