બુધવાર, 22 જાન્યુઆરી 2025
  1. ગુજરાત સમાચાર
  2. રમત
  3. ઓલિમ્પિક ગેમ્સ પેરિસ 2024
Written By
Last Updated : બુધવાર, 7 ઑગસ્ટ 2024 (12:51 IST)

પેરિસ ઓલિમ્પિકમાં ભારતને જોરદાર ઝટકો, વિનેશ ફોગાટ ફાઈનલમાંથી ડિસક્વાલીફાય

vinesh fogat
Vinesh Phogat
આ ખેદજનક છે કે ભારતીય દળ મહિલા કુશ્તી 50 કિગ્રા વર્ગથી વિનેશ ફોગાટને અયોગ્ય જાહેર કરવાના સમાચાર છે. આખી રાત ટીમ દ્વારા કરવામાં આવેલા સારા પ્રયાસો છતા આજે સવારે તેમનુ વજન 50 કિગ્રાથી વધુ હતુ. 
 
 હાલ આ સમય દળ દ્વારા કોઈ વધુ ટિપ્પણી કરવામાં નહી આવે. ભારતીય દળ તમને વિનેશની વ્યક્તિગત વાતોનુ સન્માન કરવાનો અનુરોધ કરે છે.  તે આગળની પ્રતિયોગિતાઓ પર ધ્યાન કેન્દ્રીત કરવા માંગશે.  

 
પેરિસ ઓલિમ્પિક 2024માં ભારતને એક મોટો ઝટકો લાગ્યો છે. જેમા મહિલા રેસલર એથલીટ વિનેશ ફોગાટ જેમણે 50 કિલોગ્રામ ફ્રીસ્ટાઈલ રેસલિંગ ઈવેંટના ગોલ્ડ મેડલ મેચમાં સ્થાન બનાવ્યુ હતુ. તેમને ઓવરવેટ હોવાને કારને ફાઈનલ મેચમાં ડિસ્ક્વાલિફાય કરી દેવામાં આવી છે. વિનેશને આજે રાત્રે 12:45 પર પોતાનો ગોલ્ડ મેડલ મેચ યૂએસએની રેસલર વિરુદ્ધ રમવાનો હતો પણ હવે તે આ સંપૂર્ણ મેચથી જ બહાર થઈ ગઈ છે જેમા તેમને સિલ્વર મેડલ પણ નહી મળે. 
 
ભારતીય ઓલિમ્પિક સંઘ તરફથી રજુ થયેલુ નિવેદન 
વિનેશ ફોગાટના બહાર થયા બાદ ભારતીય ઓલિમ્પિક સંઘ તરફથી નિવેદન રજુ કરવામાં આવ્યુ છે. જેમા તેમને બતાવ્યુ કે આ ખૂબ નિરાશાજનક સમાચાર છેકે ભારતીય મહિલા રેસલર વિનેશ ફોગાટ જેને 50 કિલોગ્રામ ફ્રીસ્ટાઈલ કેટેગરીમાં ગોલ્ડ મુકાબલો રમવાનો હતો તેણે આ મેચ પહેલા વજન વધુ હોવાના સમાચારથી અયોગ્ય જાહેર કરવામાં આવી છે.  આખી રાત તેમની ટીમ દ્વારા તેમના વજનને ઓછુ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો પણ આજે સવારે તેમનુ વજન 50 કિગ્રા થી વધુ હતુ. હાલ ભારતીય દળ તરફથી કોઈ ટિપ્પણી કરવામાં આવશે નહી. ભારતીય દળ તમને વિનેશની વ્યક્તિગત વાતોનુ સન્માન કરવાનો અનુરોધ કરે છે. જેનાથી તે આગળ આવનારી ઈવેંટ પર ધ્યાન કેન્દ્રીત કરી શકે.  
 
વિનેશનુ લગભગ 100 ગ્રામ વજન હતુ વધુ 
ગોલ્ડ મેડલ મેચમાંથી ડિસક્વાલીફાય થનારી વિનેશ જે હવે ન તો સુવર્ણ પદક જીતી શકશે અને ન તો સિલ્વર. તેમનુ વજન 50 કિગ્રા કેટેગરીમાં લગભગ 100 ગ્રામ વધુ જોવા મળ્યુ હતુ. હવે આ કેટેગરીમાં ફક્ત 2 રેસલરને પદક આપવામાં આવશે. જેમા એક યૂએસની રેસલર ગોલ્ડ મેડલ અને બીજી બ્રોન્ઝ મેડલ જીતનારી રેસલર રહેશે.  બીજી બાજુ વિનેશને કોઈ પદક નહી મળે.  આ પહેલીવાર નથી જ્યારે વિનેશે 50 કિગ્રા વર્ગમાં ક્વોલિફાય થવા માટે વધુ વજનની સમસ્યાનો સામનો કરવો પડ્યો હોય કારણ કે અગાઉ તે 53 કિગ્રા વર્ગમાં ભાગ લેતી હતી. અગાઉ, તેણીને ઓલિમ્પિક ક્વોલિફાયર્સમાં સમાન સમસ્યાનો સામનો કરવો પડ્યો હતો જ્યાં તેણી ખૂબ જ નજીવા માર્જિનથી સ્થાન મેળવવામાં સફળ રહી હતી.