આંદોલન છોડી દેવાની શરતે જેલમાંથી બહાર નહી આવુ - હાર્દિક પટેલ
અમદાવાદ રાજયમાં ઉશ્કેરણી ફેલાય એવા કોઈ કાર્યક્રમ કરવા કે એવા કાર્યક્રમમાં હાજર નહીં રહેવાની શરતે હાર્દિક પટેલના ત્રણ સાથીઓને ગુજરાત હાઈ કોર્ટે જામીન આપ્યા, પણ આવી કોઈ શરત સાથે જેલમાંથી બહાર આવવા માટે હાર્દિક પટેલ તૈયાર નથી. ગઈ કાલે હાર્દિક પટેલે તેના એડ્વોકેટ યશવંતસિંહને લખેલા લેટરમાં આ વાતની સ્પષ્ટતા કરતાં લખ્યું હતું કે 'જો સમાજ દસ ટકાની અનામતને નહીં સ્વીકારે તો આંદોલન ચાલુ રહેશે એટલે જેલમાંથી બહાર આવીને આંદોલન નહીં કરવાની શરતે તો કયારેય હું જામીન નહીં લઉં. જો જેલમાંથી બહાર લઈ આવવો હોય તો શરત વિના જ લઈ આવજો. સમાજ માટે અંદર ગયો છું, બહાર આવીને પણ સમાજ માટે જ કામ કરીશ.'
સવર્ણોને આપવામાં આવેલી દસ ટકા અનામત જો સમાજ મંજૂર રાખશે તો હાર્દિક એના માટે કોઈ વિરોધ કરવા તૈયાર નથી, પણ તેણે સ્પષ્ટતા સાથે પોતાના લેટરમાં લખ્યું છે કે 'આ જાહેરાત હજી ભારતીય જનતા પાર્ટી દ્વારા કરવામાં આવી છે, સરકારની આ જાહેરાત નથી અને લીગલ પરમિશન પણ લેવામાં નથી આવી. આવા સમયે આંદોલન બંધ કરી દેવાનો તો પ્રશ્ન પણ નથી આવતો