ગુરુવાર, 15 જાન્યુઆરી 2026
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. પાટીદાર અનામત આંદોલન
Written By
Last Modified: અમદાવાદ. , મંગળવાર, 12 જાન્યુઆરી 2016 (11:17 IST)

ફરી કરીશ આંદોલન, આ વખતે મને મારા ફોઈબા પણ નહી રોકી શકે - હાર્દિક પટેલ

પટેલ અનામત આંદોલન
પટેલ અનામત આંદોલનનું નેતૃત્વ કરવા દરમિયાન દેશદ્રોહના બે મામલે જેલમાં કેદ હાર્દિક પટેલે આજે કહ્યુ કે જેલમાંથી નીકળીને તેઓ ફરીથી આંદોલન કરશે અને દાવો કર્યો કે ગુજરાતની મુખ્યમંત્રી આનંદીબેન પટેલ પણ તેમને રોકી નહી શકે. હાર્દિકે આજે સૂરતમાં એક સ્થાનીક કોર્ટમાં રજુ કરવા દરમિયાન મીડિયા કર્મચારીઓને કહ્યુ, "જ્યારે પણ હુ જેલમાંથી બહાર આવીશ, હું અનામત મેળવવા માટે મારા આંદોલનમાં પાછો લાગી જઈશ. ત્યા સુધી હુ જેલમાં મારો સમય વીતાવીશ." 
 
હાર્દિકે કહ્યુ, "આંદોલન અમારી યોજના મુજબ જ રહેશે અને કોઈ તેને રોકી નહી શકે. અહી સુધી કે મારી ફોઈ(આનંદીબેન પટેલ)પણ નહી." ન્યાયિક દંડાધિકારી જેપી રાઠોડની કોર્ટમાં રજુ કર્યા પછી તેમના વકીલ યશવંતવાળાએ હાર્દિક વિરુદ્ધ દેશદ્રોહનો પ્રથમ મામલે ગયા શુક્રવારે નોંધાયેલ આરોપ પત્રની કોપી આપી. જોકે આ મામલો નીચલી સત્ર કોર્ટમાં સુનાવણી યોગ્ય છે તેથી જીલ્લા કોર્ટે સૂરત સત્ર કોર્ટમાં ચલાવવાનો આદેશ આપ્યો જ્યા આગામી સુનાવણી 20 જાન્યુઆરીના રોજ થશે. 
 
ઉલ્લેખનીય છે કે એક સમુહના યુવકોએ આત્મહત્યા કરવાને બદલે પોલીસ કર્મચારીઓની હત્યા માટે ઉપસાવવાના આરોપને લઈને હાર્દિક વિરુદ્ધ દેશદ્રોહનો એક મામલો ઓક્ટોબરમાં નોંધાયો હતો. બીજી બાજુ અમદાવાદ અપરાધ શાખાએ હાર્દિક અને તેના પાંચ મિત્રો વિરુદ્ધ દેશદ્રોહના એક અન્ય કેસ નોંધ્યો હતો.