ગુરુવાર, 9 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. પાટીદાર અનામત આંદોલન
Written By
Last Modified: અમદાવાદઃ , ગુરુવાર, 5 મે 2016 (16:23 IST)

હવે હાર્દીકનું શું થશે

રાજદ્રોહના આરોપનો સામનો કરી રહેલા પાટીદાર અનામત આંદોલન સમિતિના સંયોજક હાર્દિક પટેલની જામીન અરજી પર ગઈ કાલે સુનાવણી થઈ હતી. ગઈ કાલે હાર્દિકના વકીલ યશવંત વાળાએ હાર્દિકની સહીવાળું બાંહેધરીપત્ર કોર્ટમાં રજૂ કરાયા પછી સરકારે બાંહેધરી પત્ર સામે વિરોધ નોંધાવ્યો હતો.  સરકારી વકીલ મિતેષ અમીને રજૂઆત કરી હતી કે,  અન્ય પાટીદાર નેતાઓ અને હાર્દિકના કેસમાં તફાવત છે. આમ, સરકારે હાર્દિકની બાંહેધરીને ફગાવી દીધી છે. ત્યારે આજે થનારી સુનાવણી પર સૌની મીટ મંડાયેલી છે. હવે જોવાનું એ રહે છે કે, આજે શું દલીલ થાય છે અને હાઈકોર્ટ કેવું વલણ અપનાવે છે.

બીજી તરફ હાર્દિકના વકીલે રજૂઆત કરી હતી કે, તફાવત ચોક્કસ છે. કારણ કે, અન્યો કરતાં જામીન મેળવવા માટેનો હાર્દિકનો કેસ વધુ મજબૂત છે. જે કોલ રેકોર્ડ પર આધાર રાખીને રાજદ્રોહનો કેસ કરાયો, એમાં અન્ય પાટીદારોને જામીન આપવા સરકાર તૈયારી દર્શાવે અને હાર્દિક માટે તૈયારી ના દર્શાવે એ દુઃખદ છે. આ સાથે સમાનતાના ધોરણે પણ કોર્ટે જામીન આપવા જોઈએ એવી રજૂઆત તેમણે કરી હતી. સરકારે જામીન અરજીનો વિરોધ કરતાં આજે ચુકાદો આવી શક્યો નહોતો. કોર્ટમાં બંને પક્ષની દલીલ ચાલું છે. હવે આ કેસમાં આવતી કાલે વધુ સુનાવણી થશે.

મંગળવારે હાઈકોર્ટમાં જામીન અરજીની સુનાવણી થઈ હતી, જેમાં તેણે લોકશાહી ઢબે આંદોલન ચલાવવાની પણ ઉશ્કેરણીજનક ઉચ્ચારણો નહીં કરે તેવી બાંયધરી આપી હતી. જોકે, રાજ્ય સરકારે હાર્દિકની બાંહેધરી અંગે યોગ્ય જવાબ મેળવી રજૂઆત કરવાનો સમય માગતાં કોર્ટે વધુ એક દિવસનો સમય આપ્યો હતો.