શુક્રવાર, 24 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. પાટીદાર અનામત આંદોલન
Written By
Last Modified: શનિવાર, 16 સપ્ટેમ્બર 2017 (10:01 IST)

હાર્દિક પટેલના કાફલાને હળવદ નજીક અકસ્માત: 6 પાટીદારને ઇજા

પાટીદાર અનામત આંદોલન સમિતિના કન્વિનર હાર્દિક પટેલ હાલમાં સોમનાથ યાત્રાએ નિકળ્યાં છે. તેમની સાથે 180થી પણ વધુ ગાડીઓનો કાફલો છે. ત્યારે હળવદ નજીક હાર્દિક પટેલના કાફલાને આજે અકસ્માત નડ્યો હતો. આ અકસ્માતમાં 6 જેટલા વ્યક્તિઓને ઇજા થતાં સારવાર માટે મોરબી હોસ્પિટલે ખસેડાયા હતા. અકસ્માતની જાણવા મળતી વિગત મુજબ રોડ-શો દરમિયાન એક ગાડીમાંથી એક વ્યક્તિ પડી ગઈ હતી. એ કારણે એ ગાડીએ બ્રેક મારતા એક પછી એક 6 જેટલી ગાડી અથડાઈ હોવાને કારણે આ અકસ્માત સર્જાયો હતો. કસ્માતમાં ઇજા પામનારમાં અંકિત પટેલ, રાહુલ પટેલ, કમલેશ પટેલ, પ્રિતેશ પટેલ, નિલેશ પટેલ સહિત 6ને ઇજા થતાં 108 મારફતે મોરબી હોસ્પિટલે ખસેડાયા હતા. જો કે તમામને નાની-મોટી ઇજા થઇ હતી. પણ તેમ છતાં પાટીદાર આગેવાનો હોસ્પિટલે દોડી ગયા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે હાર્દિક પટેલે દ્વારા 182થી વધુ ગાડીઓના કાફલા સાથે અમદાવાદથી સોમનાથ સુધી અનામત અધિકાર સંકલ્પ યાત્રા યોજી છે. જેનો આજે બીજો દિવસ છે.